NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  જમીનની તૈયારી તથા વાવેતર પધ્ધતિ

વાવણી માટે જમીનને અગાઉથી ખેડીને તૈયાર કરી રાખવી. જુલાઈના પ્રથમ પખવાડિયામાં વાવણી લાયક વરસાદ થયે અથવા પિયત આપીને કયારી ભરાયે ધાવલ કરી સમાર મારી એકદમ સમતલ કરી કયારીમાનું વધારાનું પાણી નિતારી કાઢી સાધારણ છીછરૂ પાણી રાખી ઉપર જણાવ્યા પ્રમાણે તૈયાર કરેલ ફણગાવેલ બીજ કયારામાં એક સરખું પડે તે રીતે થોડા જુસ્સા સાથે પુંખીને વાવેતર કરવું જેથી તે જમીનના સંપર્કમાં તરત આવી જાય. કયારીમાં પાણીનો ભરાવો હશે અથવા વધુ પડતું પાણી હોય તો પુંખેલા બીજનો જમીન સાથે સંપર્ક થશે નહિ અંતે બીજ પાણીમાં ડૂબેલું રહેતા કોહવાઈ જશે, માટે જમીન પાણીથી સંતૃપ્ત રહે તેટલું જ પાણી રહેવું અગત્યનું છે. બીજ જમીન સાથે સંપર્કમાં આવતાં થોડા જ સમયમાં વૃધ્િધ ચાલુ કરી દેશે. બીજ પુંખ્યા બાદ અઠવાડિયા સુધી પક્ષાીથી સાચવવું અન્યથા પક્ષાીઓથી નુકશાન થવાથી કયારામાં ખાલા પડે.