NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

ફણગાવેલ બીજ પધ્ધતિથી કરવામાં આવનાર ખેતીમાં લેવાની અગત્યની કાળજી
  • કયારાની જમીન ખેડીને ધાવલ કરી એકદમ સમતલ કરવી જરૂરી છે.
  • બીજ પુંખતી વખતે જમીન સંતૃપ્ત હોવી જોઈએ મતલબ કયારીમાં સાધારણ નજીવું પાણી જ રહેવું જોઈએ. વાવેતર બાદ થી ૧૦ દિવસ જમીન ભેજથી સંતૃપ્ત રાખવી, ત્યારબાદ વૃધ્િધ શરૂ થતાં પ્રમાણસર પાણી વધારવું.
  • બીજને પુંખવામાં ખુબ જ કાળજી રાખવી. દરેક જગ્યાએ બીજ એક સરખું પડે તે રીતે પુંખવું જરૂરી છે નહિં તો જયાં વધુ બીજ પડયું હશે ત્યાં જથ્થામાં ઉગશે અને જયાં ઓછું પડયુ હશે ત્યાં ખાલા પડવાની શકયતા રહેશે અને વધુ નિંદણનો પ્રશ્ન ઉદ્દભવશે.
  • જયાં બીજ કોહવાઈને ન ઉગ્યું હોય અથવા પુખવા છતાં ખાલા પડયા હોય ત્યાં જયાં વધુ જગ્યામાં છોડ ગીચ ઉગ્યા હોય ત્યાંથી ઉપાડી ર૦ થી રપ દિવસે ખાલા પૂરી દેવા.
  • પાક સંરક્ષાણના ઉપાયો તથા ખાતર નાંખવામાં અનુકૂળતા પડે તે માટે પ થી ૬ મીટરના અંતરે અડધો મીટરની પટ્ટી છોડીને બીજ પુંખવું જેથી તે પટ્ટા ઉપર ચાલીને ખાતર તથા દવાનો છંટકાવ કરી શકાય.
  • ખાતરો ભલામણ કરેલ જથ્થામાંજ અને જે તે સમયે આપવાથી જ વધુ ઉત્પાદન મળે છે. ફૂટ પડી ગયા પછીની અવસ્થાએ ખાતર વધુ આપવાથી રોગ-જીવાતનો ઉપદ્રવ વધે છે.