ફેર-રોપણીની પધ્ધતિમાં બે છોડ અને બે હાર વચ્ચે અંતર રાખવામાં આવે છે, પરિણામે મજૂરોથી નિંદણ કરાવી શકાય છે. જયારે ફણગાવેલ બીજની પધ્ધતિમાં બીજને પુંખીને વાવવામાં આવતું હોવાથી મજૂરોથી નિંદામણ કરાવવામાં પાકમાં પણ બગાડ થવાનો ભય રહે છે. અને નિંદણ કાર્ય મુશ્કેલી રૂપ થાય છે. તેથી નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ ઉગ્યા પછી૭ થી ૮ દિવસે કરી રાસાયણિક રીતે નિંદણ નિંયત્રણ કરવામાં આવે તો ખેત મજૂરોથી પાકને થતુ નુકશાન અટકાવી શકાય તેમજ સમયસર અસરકારક રીતે નિંદણ નિયંત્રણ કરી શકાય. આ ફણગાવેલ બીજ જમીન સાથે ચોંટી વૃધ્િધ્ા શરૂ કરી દે એટલે કે ૭ થી ૮ દિવસ બાદ બેન્થીઓકાર્બ અથવા બુટાકલોર નિંદામણનાશક દવાઓ પૈકી કોઈ એક હેકટરે ૧.૦૦૦ થી ૧.રપ૦ કિલો સકિ્રય તત્વ પ્રમાણે પેન્ડામીથેલીન ૧.પ કિલો પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. જો છંટકાવ શકય ન હોય તો આ દવાના જથ્થાને ૧૦૦ કિલો રેતીમાં બરાબર ભેળવી પુંખી દેવી. આ રીતે અસરકારક નિયંત્રણ થઈ શકે.