પાક ની અગત્યતા
---------------------
ડાંગર આપણાં દેશનો એક અગત્યનો પાક છે. તેમાંથી સહેલાઈથી મળતી પૈષ્િટકતાને કારણે વિવિધ દેશના લોકો ખોરાક તરીકે અપનાવે છે. તેમાંથી મળતી આડ-પેદાશોની પણ જુદા જુદા ઉદ્યોગોમાં ઘણી ઉપયોગીતા છે. ડાંગરાના કુસકી નો ઉપયોગ તેલ કાઢવામાં અને ઢોરના ખાણ-દાણમાં થાય છે. જયારે પરાળ ઢોરના નિરણ માટે, પેકિંગ કરવા માટે દોરડા બનાવવામાં, ઝુપડાંનાં છાપરામાં, પૂંઠા બનાવવામાં વિગેરેમાં વપરાય છે.
ગુજરાતમાં કુલ વાવેતર લાયક જમીનના લગભગ પ ટકા વિસ્તારમાં ડાંગરનું વાવેતર થાય છે. જેનો કુલ વિસ્તાર લગભગ ૬.પ થી ૭ લાખ હેકટર જેટલો છે. આ વિસ્તારમાંથી લગભગ ૧૧ થી૧ર લાખ ટન ડાંગરનું ઉત્પાદન મળે છે. આમ રાજયનું એક હેકટરે સરેરાશ ઉત્પાદન ૧.૭ ટન જેટલું થાય છે. દક્ષિાણ ગુજરાતમાં ર થી ર.રપ લાખ હેકટર જેટલા વિસ્તારમાં ડાંગર કરવામાં આવે છે. જે પૈકી ૪૦ ટકા પિયત રોપાણ ૪૦ ટકા બીન પિયત રોપાણ અને ર૦ ટકા ઓરાણ ડાંગર થાય છે. રાજયમાં સુધારેલી જાતોની ઉત્પાદન શકિત લગભગ ૬ ટન/ હેકટર જેટલી જોવા મળે છે. જેને ધ્યાનમાં લેતાં સરેરાશ ઉત્પાદન ઘણું ઓછું ગણી શકાય.
પાક ની અગત્યતા