જમીન અને આબોહવા
-------------------------
જમીન અને જમીનની તૈયારી :
આ પાકને પાણીની વધુ જરૂરીયાત રહેતી હોવાથી ભેજ સંગ્રહ કરી શકે તેવી કયારીની કાળી જમીન વધુ અનુકુળ આવે છે. ઓછા વરસાદ વાળા વિસ્તારમાં જયાં પાણી ભરાઈ રહે તેવી નિચાણ વાળી કાંપની જમીનમાં પણ આ પાક લઈ શકાય. આવી કયારીમાં વાવણી પહેલાં ઈક્કડનો લીલો પડવાશ (હેકટરે ૮૦ કિ.ગ્રા. પ્રમાણે બિયારણ લેવું) કરવો અથવા ૧પ થી ર૦ ગાડાં છાણીયું ખાતર જમીનમાં ભેળવી હળથી બે થી ત્રણ ખેડ કરી જમીન બરાબર સમતળ કરવી. ત્યાર બાદ પાણી ભરીને ઘાવલ કરવું. રોપણી કરતાં પહેલાં કયારીને પુરતી ધાવલ કરી તૈયાર કરવી. જેથી વ્યવસ્િથત રોપણી થાય અને પાણીનો વ્યય ઓછો થાય.
જમીનની તૈયારી