પિયત વ્યવસ્થાપન
-----------------------
ડાંગરના પાકમાં તેના જીવન કાળ દરમ્યાન ખેતરમાં ઓછામાં ઓછું પાંચ સે.મી. પાણી ભરી રાખવું. અને જયારે જરૂર જણાય ત્યારે પાણી ઉમેરતા રહેવું. આ ઉપરાંત નીચેના પિયત અંગેના મુદ્દા ધ્યાનમાં રાખવા.
૧. ડાંગર રોપ્યા પછી પીલા ફુટે ત્યાં સુધી (૩પ દિવસ સુધી) પાણીની ખાસ જરૂર હોય છે. આ માટે (ર સે.મી.) કયારામાં છબછબીયુ પાણી રાખવું.
ર. જીવ પડવાની શરૂઆત થાય તે પહેલા એટલે કે વહેલી પાકતી તથા મધ્યમ મોડી પાકતી જાતો માટે ૩૦ થી ૩પ દિવસ વચ્ચે એકવાર પાણી કાઢી નાંખી નિતાર આપવો. જયારે મોડી પાકતી જાતો માટે ૩પ થી ૪૦ દિવસ વચ્ચે અને પ૦ થી પપ દિવસ વચ્ચે એમ બે વાર પાંચ પાંચ દિવસનો નિતાર આપવાથી ઉત્પાદન વધારે મળે છે.
૩. કંટી નિકળ્યા બાદ ર અઠવાડીયા સુધી પાણી ની વધુ જરૂર રહે છે. એટલે કયારી પ થી ૭.પ સે.મી. પાણીથી ભરેલી રાખવી.
૪. દાણા પાકવા આવે ત્યારે દાણાનો રંગ પીળો થવા માંડે છે તે સમયે પાણી કાઢી નાંખવાથી પાક એક સાથે તૈયાર થાય છે. જેથી કાપણી સરળ બને છે.