Navsari Agricultural University
કાપણી અને સંગ્રહ
----------------------

ડાંગરના પાકમાં કાપણી નો સમય ખાસ સાચવવો છોડના ઉપરના પાન પુરા સુકાયા ન હોય પરંતુ કંટીમાં દાણા કઠણ બન્યા બાદ તેનો રંગ પીળો દેખાય ત્યારે ડાંગર કાપવી. કાપણીનો સમય જાળવવાથી ડાંગરના દાણા ખરી પડવાનો અને ડાંગરમાં કણકીનું પ્રમાણ ઘટે છે. સામાન્ય રીતે ડાંગરના પાક માંથી કંટી નિકળ્યા બાદ(ફુલ ખીલ્યાબાદ ) રપ દિવસે ડાંગરનો પાક લણવાને લાયક બને છે. જેથી આ સમયે ડાંગરની સમયસર કાપણી કરવાથી ડાંગર (હેડ રાઈસ) નું પ્રમાણ વધુ મળે છે. ડાંગરને સામાન્ય રીતે સૂર્યના તાપમાં સુકવવાની પ્રથા ખેડૂતો અપનાવે છે. સંગ્રહ વખતે દાણામાં ૧૦ થી ૧ર ટકા કરતા વધુ ભેજ ન હોવો જોઈએ. કાપણી સમયે સૂકવવાની રીત તથા સંગ્રહ કરવાની રીત ઉપર ડાંગરના મિલીંગ વખતે આખા અને ભાંગેલ ચોખાના પ્રમાણનો આધાર રહેલો છે.


કાપણી અને સંગ્રહ


કાપણી અને સંગ્રહ


કાપણી અને સંગ્રહ

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.