ઉનાળુ ડાંગરમાં ધ્યાનમાં રાખવાના અગત્યના મુદ્દાઓ
----------------------------------------------------------
પાક ની અગત્યતા
--------------------
ગુજરાત રાજયમાં ડાંગરનો પાક ચોમાસુ અને ઉનાળુ એમ બંને ઋતુમાં લેવામાં અવો છે. ઉનાળુ ઋતુમાં આશરે ૩૦ થી ૩પ હજાર હેકટરમાં ડાંગરનો પાક ઉગાડવામાં આવે છે. ડાંગરનું ઉત્પાદન અન્ય ઋતુ કરતાં ઉનાળુ ઋતુમાં વધારે આવતું હોવાથી ઉનાળુ ડાંગરની ખેતી દિવસે દિવસે લોકપિ્રય બનતી જાય છે.
ઉનાળુ ડાંગરની ખેતી ખાસ કરીને જે વિસ્તારમાં ગરમીનું પ્રમાણ ઓછું હોય, બારેમાસ હવામાં ભેજનું પ્રમાણ વધુ (૭૦%) હોય તેવા દરિયા કિનારાના વિસ્તારો જેવા કે કેરાલા, તામિલનાડુ અને ઓરિસ્સા રાજયોમાં થાય છે. આપણાં રાજયમાં નવસારી, વલસાડ,તાપી અને સુરત જિલ્લામાં ઉકાઈ-કાકરાપાર યોજના ને લીધે બારમાસી કેનાલ દવારા પિયતની સગવડતા થઈ હોવાથી તેમજ ચોમાસુ ઋતુ કરતાં ઉનાળુ ઋતુમાં ઉત્પાદન વધારે આવવાથી ઉનાળુ ઋતુની ખેતી ખેડૂતોમાં વધુ પિ્રય છે.
જાતોની પસંદગી
----------------------------
ઉનાળુ ઋતુમાં સૂર્યપ્રકાશના કલાકો વધારે મળવાથી તેમજ ધરૂવાડીયું શિયાળુ ઋુતુમાં તૈયાર કરવામાં આવતું હોવાથી ડાંગર ચોમાસુ ઋતુ કરતાં પાકવામાં ૩૦ થી ૩પ દિવસ વધારે ભોગવે છે. આથી ચોમાસુ શરૂ થઈ જાય તે પહેલાં ઉનાળુ ડાંગરની કાપણી-ઝુડણી પુરી થવી જોઈએ નહીંતર વરસાદને લીધે ડાંગર પલળી અને ઉગી જવાનો ભય રહે છે. વળી વરસાદ થયા પછી પણ કાપણી કરવી મુશ્કેલ છે. અભ્યાસોના આધારે જણાયું છે કે, આપણા વિસ્તારમાં ઉનાળુ ઋતુમાં ગુર્જરી, જી.આર.-૧૦૩, જયા, જી.આર.-૧૧, નોર-૧ જાતો વધુ માફક જણાઈ છે.
ધરૂવાડીયાની માવજત
------------------------
ઉનાળુ ઋતુની ખેતી માટે ધરૂવાડિયુ ખરેખર શિયાળુ ઋતુમાં ઉછેરવું પડે છે. ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી ધરૂવાડિયુ ઉછેરવું ખુબજ કઠિન પડે છે અને ઘણી જ કાળજી માગી લે છે અને ધરૂ ઉછેરવામાં ચોમાસુ ઋતુ કરતા લગભગ બમણો સમય લાગે છે. શીત પ્રતિકારક શકિત ધરાવતી જાતોનું ધરૂ સારુ તૈયાર થાય છે. જયારે બીજી અન્ય જાતોનું ધરૂ થોડુ નબળુ તૈયાર થાય છે. શિયાળુ ઋતુમાં ઠંડા પવનનું પ્રમાણ પણ વધુ હોવાથી ધરૂવાડિયાને ઠંડીથી રક્ષાણ આપવા ધરૂવાડિયા ફરતે સેવરી, સેસ્બેનિયા અથવા ઈકકડ વાવી પવન અવરોધક વાડ તૈયાર કરવી જોઈએ. ઉનાળુ ઋતુની ખેતી માટે અનુકૂળતા પ્રમાણે જુદીજુદી રીતે ધરૂવાડિયુ ઉગાડવામાં આવે છે જે નીચે પ્રમાણે છે.
(અ) ડાંગરને ર૪ કલાક પલાળી, પલાળેલા બીજને ભીના કંતાન ઉપર અથવા ભીના કોથળામાં ભરી ૧ર કલાક દબાવી રાખવું. જેથી બીજને જરૂરી ગરમાવો મળતા સ્ફુરણ થાય છે. આ સમય દરમ્યાન બીજ નાંખવાના ધરૂવાડિયામાં પાણી ભરી ઘાવલ કરી રબડી બનાવી સમાર મારવો. અડધો કલાક રબડી ઠરવા દઈ ફણગાવેલું બીજ થોડા જોરથી એકસરખું પુંખી દેવું અને જમીનમાં પુરતો ભેજ જળવાઈ રહે તેટલું જ પાણી રાખવું. જેથી બીજ જમીનમાં સંપર્કમાં આવતાં ઉગી નીકળે છે. ત્યારબાદ પાંચ થી છ દિવસ પછી જરૂરીયાત મુજબ હળવેથી પાણી આપવું.
(બ) વાવવા માટે યોગ્ય રીતે તૈયાર કરેલ ધરૂવાડિયાની જમીનમાં બીજ પુંખવામાં આવે છે અને પછી પાણી આપવામાં આવે છે.
(ક) જણાવેલ કદનાં ગાદી કયારા બનાવી બિયારણ સીધેસીધું પુંખી અથવા ૧૦ સે.મી.ના અંતરે હારમાં હાથ વડે ચાસ ઉગાડી કયારા દીઠ ડાંગરની જાત પ્રમાણે ર૦૦ થી ૩૦૦ ગ્રામ બીજ વાવી પંજેઠીથી માટીમાં ભેળવ્યા બાદ પાણી મુકવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ ધરૂ સશકત અને વધુ મૂળવાળુ હોય છે.
બીજનો દર તથા માવજત
------------------------------
બીજનું પ્રમાણ હેકટર દીઠ (૪ વિદ્યામાં) રોપણી કરવા માટે સુંવાળા (ઝીણા) દાણાવાળી ડાંગરની જાત માટે રપ થી ૩૦ કિલો તેમજ જાડી અને બરછટ દાણાવાળી જાત માટે ૩૦ થી ૩પ કિલો રાખવાથી દરેક થાણા માટે બે રોપા પ્રમાણે ધરૂ મળી રહે છે. વધુ બિયારણનો ઉપયોગ કરવાથી ધરૂના રોપા નબળા તૈયાર થાય છે અને રોપણી કયર્ા પછી બરાબર ચોંટતા નહીં હોવાથી સુકાઈ જાય છે. વધુ બીજ વાપરવાથી બીજનો બગાડ પણ થાય છે.
વાવણી સમય અને પદ્ધતિ
-----------------------------
ડાંગરની સમયસર ફેરરોપણી :
ડાંગરના પાકમાં વધુ ઉત્પાદનનો આધાર ડાંગરની જાત, તંદુરસ્ત ધરૂ તેમજ સમયસર રોપણી માટે યોગ્ય ઉંમરના ધરૂની ઉપલબ્ધતા પર રહે છે. ૪૦ થી ૪પ દિવસની ઉંમરનું ધરૂ થાય ત્યારે ફેબ્રુઆરી માસનું પ્રથમ પખવાડિયું વધુ અનુકૂળ છે. આ સમયે ઠંડીનું પ્રમાણ ઘટવાથી રોપાણ ડાંગરની ફૂટ સારી થાય છે.
ખાતર વ્યવસ્થાપન
----------------------
સેન્િદ્રય ખાતર : શકય હોય તો એક હેકટર (૪ વિદ્યા) દીઠ ૧૦ ટન છાણિયું ખાતર અથવા શણ યા ઈકકડનો લીલો પડવાશ કરવો અથવા દિવેલી ખોળનો પણ ઉપયોગ કરી શકાય.
રાસાયણિક ખાતર : રાસાયણિક ખાતરના ઉંચા ભાવોને લીધે જમીન પૃથ્થકરણ પ્રયોગશાળાની ભલામણ મુજબ જ પોષ્ાક તત્વો સપ્રમાણ આપવા જેથી વધુ ઉત્પાદન આપતી જાતોની ઉત્પાદન ક્ષામતા જળવાઈ રહે. શકય હોય ત્યાં સુધી નાઈટ્રોજન તત્વ આપવા માટે યુરિયા ખાતરને પૂતર્િ ખાતર તરીકે આપતી વખતે કયારીમાં પાણી નિતારી નાખવું તથા ખાતર આપ્યા પછી બીજા યા ત્રીજા દિવસે પાણી ભરવું. કયારીમાંથી પાણી નિતારવાની સગવડ ન હોય અને યુરિયા ખાતર જ આપવું હોય તો નીમકેક પાવડર યુરિયાના ર૦ ટકા જેટલો લઈ બરાબર મિશ્રણ કરી ૪૮ કલાક રહેવા દઈ પછી આપવું. અથવા ર ટકા લીંબોળીના તેલનો પટ આપવો. ઉનાળુ ઋતુ માટે હેકટરે ૧ર૦ કિલો નાઈટ્રોજન ત્રણ હપ્તામાં એટલે કે પાયામાં (પ૦%), ફુટ વખતે (રપ%) અને જીવ પડતી વખતે (રપ%) આપવું.
પૂતર્િ ખાતર આપ્યા બાદ શકય હોય તો બે હાર વચ્ચે ગરબડીયા કરબડી (રોટરી વિડર) ફેરવવી. જેથી આપેલ ખાતર માટીમાં સારી રીતે ભળી શકે. નિંદામણનો નાશ થાય અને હવાની હેરફેર થવાના કારણે મૂળને પ્રાણવાયુ મળે જેથી પાકની વૃધ્િધ ઝડપી અને સારી થાય.
પિયત વ્યવસ્થાપન
----------------------
કયારીમાં પાણીનું નિયમન :
ઉનાળુ ડાંગરની ફેરરોપણી કયર્ા પછી ધરૂના રોપા ચોંટી જાય ત્યાં સુધી છીછરું પાણી ર થી ૩ સે.મી. ઉંડાઈ જેટલું રાખવું જેથી ધરૂ સારી રીતે ચોંટી જાય અને ગામા પડવાની શકયતા ઓછી રહે જેના પરિણામે છોડની સંખ્યાનું પ્રમાણ જળવાઈ રહે છે. ત્યારબાદ જેમ જરૂર પડે તેમ ફૂટ થતાં સુધી છીછરું પાણી ભયર્ા કરવું. કંટીમાં જીવ પડવાના સમયથી ડાંગર પાકતાં સુધી ડાંગરના પાકને વધારે પાણની જરૂર પડે છે. એટલે કયારીમાંથી પાણી નિતયર્ાના ૩ થી ૪ દિવસ બાદ પ થી ૭ સે.મી. ઉંડાઈ જેટલું પાણી દાણા પાકતાં સુધી ભરી રાખવું. આ સમય દરમ્યાન જો પાકને પાણીની ખેંચ પડે તો દાણાના ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. ડાંગર પાકી જતાં કયારીમાંથી પાણી નિતારી નાંખવાથી કાપણીમાં સરળતા રહે છે.
નીદણ વ્યવસ્થાપન
-----------------------
ડાંગરના પાકને રોપણી બાદ ૪૦ થી ૬૦ દિવસ સુધી નિંદણ મુકત રાખવો. નિંદણ નિયંત્રણ માટે દવાઓ જેવી કે બ્યુટાકલોર પ૦ ઈ.સી. અથવા બેન્થીઓકાર્બ પ૦ ઈ.સી. ૧.રપ થી ૧.પ૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે સકિ્રય તત્વવાળું પ૦૦ લીટરમાં બનાવેલ દ્રાવણ રોપણી પછી તરતજ આપવું અથવા કયારીમાંથી પાણી નિતાયર્ા બાદ રેતી સાથે દવાને ભેળવી કયારીમાં વ્યવસ્િથત પુંખવું. કયારીમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવવાથી પણ નિંદણ ઓછું થાય છે. રોટરી વીડરથી આંતરખેડ કરીને પણ નિંદામણ નિયંત્રણ કરી શકાય છેં. જયાં ડાંગરનું વાવેતર થાય છે તેવા વિસ્તારોમાં બ્યુટાકલોર ૧.પ કિલો./હેુ સ્રિક્ર્ર્રય ત્ાત્વવાળું ધ્્રાવણ ઉગતા પહેલા આપવું તેમજ એક વાર હાથથી નિંદામણ કરવાની ભલીમણ છે..
કાપણી અને સંગ્રહ
-----------------------
સમયસરની કાપણી :
ઉનાળુ ડાંગરનો પાક મે માસમાં પાકી જાય કે તરત જ કાપણી કરી દેવી જોઈએ. દાણા પાકટ થાય પછી જો ડાંગરનો પાક ખેતરમાં ઉભો રહેવા દેવામાં આવે તો કાપણી સમયે પુળા સુકાવા દઈ ગંથી કરી દેવા અથવા તરત જ ઝૂડી લેવા. જો પૂળા વધુ સમયે તાપમાં રહેવા દેવામાં આવે તો ચોખા કાઢતી વખતે કણકીનું પ્રમાણ વધી જાય છે તથા ચોખાનો ઉતાર ઓછો આવે છે.
જમીનની તૈયારી
ધરૂવાડિયું
ફેરરોપણી