જાતોની પસંદગી
-----------------
જેતે વિસ્તાર માટે અનુકુળ તેમજ પાણીની સગવડતા અને ડાંગર પછી લેવાતા પાક ને ધ્યાનમાં લઈ વધુ ઉત્પાદન આપતી, ઠીગણી જાતોની પસંદગી કરવી.
રોપાણ ડાંગર માટે :
જી.આર.૩, જી.આર.૬, રત્ના, આઈ.આર. ર૮, આઈ.આર.૬૬ અને જી.આર.૭ જેવી વહેલી પાકતી જાતો જયારે જયા, આઈ.આર.રર, ગુર્જરી અને નોર-૧ જેવી મધ્યમ મોડી પાકતી, મસુરી તથા જી.આર.૧૦૩ જેવી મોડી પાકતી જાતો પસંદ કરવી.
ઓરાણ ડાંગર માટે :
આઈ.આર. ર૮, જી.આર.પ, જી.આર. ૮ અને જી.આર.૯ જેવી વહેલી પાકતી જાતોની પસંદગી કરવી. સુગંધિત જાત જી.આર.૧૦૪ દક્ષિાણ ગુજરાત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવે છે.
બીજનો દર તથા માવજત
-------------------------------
બિયારણનો દર :
ભલામણ કરેલ જાતોનું પ્રમાણિત બિયારણ પસંદ કરવંુ જીણા દાણા વાળી જાત માટે ૧ હેકટર દીઠ રપ કિલો અને જાડા દાણાવાળી જાત માટે ૧ હેકટર દીઠ ૩૦ કિલો પ્રમાણે શુદ્વ બિયારણ વાપરવું.
બીજની માવજત :
સારી જાતનું પ્રમાણિત બીજ મેળવી બીજને ફુગનાશક દવાઓ જેવી કે એમીસાન,સેરેશાન,એગ્રોસાન ૧ કિ.ગ્રા. બીજ દીઠ ૩ ગ્રામ લઈ પટ આપવો. અથવા જીવાણુજન્ય સુકારાના રોગ માટેરપ કિ.ગ્રા. બીજ દીઠ ર૪ લીટર પાણીમાં ૬ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીન અને ૧ર ગ્રામ પારાયુકત દવાના દ્રાવણમાં ૧૦ કલાક બીજને બોળી રાખી કોરા કરી પછી વાવણી કરવી.
બીજ માવજત
બીજ માવજત