Navsari Agricultural University
ખાતર વ્યવસ્થાપન
-------------------

ખાતર : ફેરરોપણી કરેલ ડાંગરની વહેલી તથા મોડી પાકતી જાતો પ્રમાણે ખાતરનો જથ્થો જુદો જુદો હોય, જે નીચે મુજબ છે.
ડાંગરની જાતોમાં નાઈટ્રોજન અને ફોસ્ફરસના હેકટર દીઠ પ્રમાણ (કિલો)
જાતો પાયાનું ખાતર ઘાવલ કરતી વખતે ફુટ વખતે
(ફેર રોપણી બાદ ર૦ દિવસે) જીવ પડે ત્યારે વહેલી, મધ્યમ મોડી અને મોડી પાકતી જાતોમાં અનુક્રમે ક્રમ ૪૦ અને પ૦ દિવસે
ના. ફો. ના. ના.

૧ વહેલી પાકતી ર૦ ૩૦ ૪૦ ર૦
ર મધ્યમ મોડી પાકતી રપ ૩૦ પ૦ રપ
૩ મોડી પાકતી ૩૦ ૩૦ ૬૦ ૩૦
(મસુરી સિવાય)
(નોંધ : જમીન પૃથ્થકરણ કરાવી ખાતરનો વપરાશ કરવો જરૂરી છે.)

કયારીની જમીનમાં ડાંગરની ખેતીમાં વધુ ઉત્પાદન અને આથર્િક નફો વધુ મેળવવા માટે હેકટર દીઠ ર૦ કિ.ગ્રા.ફોસ્ફરસ રગડા (સ્લરી) નાં રૂપમાં આપવાની ભલામણ છે. ફોસ્ફરસનો રગડો બનાવવા માટે એક ભાગ સિંગલ સુપર ફોસ્ફેટ, ર ભાગ જમીન અને ૩ ભાગ પાણીનું મિશ્રણ કરી રગડો તૈયાર કરવો અને તેને ૧ કલાક સુધી ઠરાવા દેવો. આ રીતે બનાવેલ રગડામાં ઘરૂના મૂળ અડધો કલાક ડુબાડવા (બોળીને) અને ત્યાર બાદ તેની ફેરરોપણી કરવી. નવસાધ્ય કરેલ ક્ષાારીય ભાસ્િમક જમીનમાં રોપવામાં આવતી જાતમાં હેકટર દીઠ ૧પ૦ કિલો નાઈટ્રોજન આપવો. જેમાનો ૭પ કિ.ગ્રા. નાઈટ્રોજન પાયાના ખાતર તરીકે અને બાકીનો નાઈટ્રોજન બે સરખા હપ્તે ફેરરોપણી બાદ ત્રીજા અને છઠ્ઠા અઠવાડિયે યુરીયા ખાતરના રૂપમાં ખેતરમાંથી પાણી કાઢી નાંખ્યા બાદ આપવો. યુરીયા ખાતરના રૂપમાં નાઈટ્રોજન આપવા માટે ખાતર આપવાના ર૪ કલાક પહેલાં ર૦ ટકા લીંબોળીના ખોળ સાથે મિશ્ર કરવું. જેથી યુરિયા ખાતરની કાર્યક્ષામતામાં વધારો થશે. વિશેષ્ામાં ડાંગરનાં ઘરૂને ઉપાડીને રોપણી પહેલાં પંદર મિનિટ માટે ઓઝોસ્પાઈરીયમ અથવા એઝેટોબેકટર નામનાં નાઈટ્રોજન સ્િથરિકરણ કરતાં જીવાણુંમાં બોળીને રોપવાથી રપ ટકા જેટલાં નાઈટ્રોજન ખાતરનો બચાવ કરી શકાય છે.

જો પુરતા પ્રમાણમાં સેન્િદ્રય ખાતરો ન વાપરવામાં આવે તો પાકમાં ઝીંન્ક તત્વની ઉણપ જોવા મળે, માટે એકાંતર વષ્ર્ો હેકટરે રપ.૦ કિલો ઝીંન્ક સલ્ફેટ આપવું.


ખાતર વ્યવસ્થાપન

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.