શેરડીના લામ પાકની ખેતીમાં ઘ્યાનમાં રાખવાના મુદૃાઓ :
--------------------------------------------------------
• શેરડીના જડીયામાંથી નીચેની આંખોમાં અંકુર નીકળે તે માટે કા૫ણી જમીન સપાટીથી બરાબર સરખી રીતે કરવી જોઈએ. જો ખું૫રા રહી જવા પામે તો ખું૫રા જમીન લેવલે કાપી નાંખવા.
• પિયત આપ્યા બાદ વરા૫ આવેથી શેરડીના જડીયાની બંને બાજુ હળથી ખેડ કરવી જોઈએ. વચ્ચેના ગાળામાં આંતરખેડ, ગાંધી એલન અગર ટ્રેકટર વડે કરવાથી મૂળ તૂટે છે અને હવાની અવર-જવર તથા નવા મૂળ ફૂટે છે. જે પોષક તત્વો વધારે પ્રમાણમાં ચૂસી પાકનાં વિકાસમાં મદદ કરે છે.
• શેરડીના લામનું આર્થિક રીતે વધુ ઉત્પાદન મેળવવા માટે આ પાકમાં જયાં ૫૦ સે.મી. થી વધારે અંતરના ખાલા ૫ડેલા હોય ત્યાં અગાઉથી ઉછરેલ જે તે જાતના એક આંખવાળા ઘરુ અથવા તો લામ પાકનાં અંકુરીત પીલા રોપી ખાલા પુરવા. તેમજ તેને હેકટર દીઠ ૩૦૦ કિ.ગ્રા. નાઈટ્રોજન ત્રણ હપ્તામાં (ર૫ ટકા પાયાના ખાતર તરીકે ૫૦ ટકા બે થી ત્રણ મહિને, ર૫ ટકા પાળા ચઢાવતી વખતે ) આપી તેને ૪-૫ મહિને પાળા ચઢાવવા.
• રોપાણ પાકને હેકટર દીઠ ૧ર૫ કિ.ગ્રા. તથા પ્રથમ લામ પાકને હેકટર દીઠ ૬ર.૫ કિ.ગ્રા. ફોસ્ફરસ આ૫વો હિતાવહ છે.
• લામ પાક ત્રણથી ચાર માસનો થાય ત્યાં સુધી જરૂર મુજબ નિદાંમણ કરવુ તથા આંતરખેડ કરવી તેમજ હળવા પાળા ચઢાવવા જરૂરી છે.
• પ્રથમ લામ પાક માટે કુલ ૧૩ પિયત આ૫વાની જરુરીયાત છે.
• રોપાણપાકનું ઉત્પાદન સંતોષકારક હોય તેમજ પાક રોગમુકત હોય તો જ લામ પાક લેવો જોઈએ. વર્તમાન સંજોગોમાં સુકારા તેમજ રાતડાના રોગનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળેલ છે. આથી આવા સંજોગોમાં ફકત એક લામ પાક લેવો હિતાવહ છે.