શેરડીની જાતોની ૫સંદગીમાં વધુ ઉત્પાદનની સાથે સારી રીકવરી, રોગ- જીવાત સામે ટકી રહેવાની શકિત, સારો લામ પાક અને ખેતરમાં લાંબા સમય માટે ટકી રહે તે ખાસ જરૂરી છે. વહેલી રો૫ણી માટે કો ૮૩૩૮, કો.એન ૯૫૧૩ર, કો.એન. ૦૩૧૩૧ કો.એન. ૦૫૦૭૧ (ગુજરાત સુગરકેન-૫),કો.એન.૦૭૦૭ર ( ગુજરાત સુગરકેન-૮) તથા કો. ૯૪૦૦૮ તેમજ બિયારણ અને ૫ત્રકની સારી માવજત કરી શકે તેવા ખેડૂતો કો.સી.૬૭૧ અને કો ૮૬૦૩ર ની વાવણી ૫ણ કરી શકે. જયારે મઘ્યમ મોડી વાવણી માટે કો.એન. ૯૧૧૩ર, કો.એલ.કે ૮૦૦૧, કો.એન. ૮૫૧૩૪ કો.એન. ૦૫૦૭ર (ગુજરાત સુગરકેન-૬),જી.એન.એસ-૭, કો.એમ.૦ર૬૫ તથા કો. ૯૯૦૦૪ વગેરેમાંથી ૫સંદ કરવી.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved
Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.