Navsari Agricultural University
નીદણ વ્યવસ્થાપન
----------------------------------

શેરડીના પાકને શરૂઆતના ૯૦ થી ૧ર૦ દિવસ સુધી નિંદામણમુકત રાખવો જરૂરી છે. નિદંણ નિયંત્રણ હાથથી ત્રણ વખત નિંદણ કરી તેમજ આંતરખેડ ઘ્વારા કરતા રહેવું જોઈએ. તેમ છતા પુરતા પ્રમાણમાં મજૂરો ઉ૫લબ્ધ ન થાય તો ગમે તે એક નિંદણનાશક દવાનો ઉ૫યોગ કરી નિંદણ નિયંત્રણ કરવુ જરૂરી છે. (૧) એટ્રાઝીન (પ્રિ ઈમરજન્સ) ર.૦ કિલો પ્રતિ હેકટર છાંટવું. અને ર,૪-ડી સોડીયમ સોલ્ટ વાવણીનાં ૬૦ દિવસ ૫છી ૧.૦ કિલો/હે. છાંટવું અથવા (ર ) મેટ્રીબ્યુઝીન ( પ્રિ ઈમરજન્સ) ૧.૦ કિલો/હે. છાંટવું અને વાવણીના ૬૦ દિવસ ૫છી એક વખત હાથથી નિંદામણ કરવું અથવા (૩) આંતરપાક લેતા હોય ત્યારે પેન્ડીમીથાલીન ( પ્રિ ઈમરજન્સ) ૧.૦ કિલો/હે. છાંટવું. અને વાવણીના ૬૦ દિવસ ૫છી એક વખત હાથથી નિંદામણ કરવું. અથવા (૪) ગ્લાયફોસેટ ૧.૦ કિલો/હે.વાવણીના ર૦ દિવસ બાદ છાંટવું અને વાવણીના ૬૦ દિવસ ૫છી એક વખત હાથથી નિંદામણ કરવું. ઉ૫રોકત નિંદામણનાશક દવાઓ પૈકી કોઈ૫ણ એક દવા હેકટરે ૬૦૦ લી. પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. સામાન્ય રીતે ડાંગર ૫છી શેરડીની રો૫ણી સમયે પેન્ડીમીથાલીન દવાનો ઉ૫યોગ ન કરવો. નિંદણ નાશક દવાના છંટકાવ માટે ફલ્ડજેટ અથવા ફલ્ડફેન નોઝલનો ઉ૫યોગ કરી સારી ગુણવત્તાવાળુ ચોખ્ખુ પાણી વા૫રવું.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.