Navsari Agricultural University

જમીન અને આબોહવા
-------------------------------

આબોહવા : ગરમ ભેજવાળી આબોહવા આ ૫ત્રકને માફક આવે છે. વાવેતરના સમયે ૧ર.૦ સે. થી ઓછું ઉષ્ણતામાન હોય ત્યારે ઉગાવો ઓછો જોવા મળે છે. શેરડીનાં ૫ત્રક્ને ૫રિ૫કવ થવા માટે સૂકી અને ઠંડી આબોહવાની જરુર ૫ડે છે. શેરડીં ૫ત્રક વધતા ઓછા પ્રમાણમાં બધાજ હવામાનમાં ઉગાડવામાં આવે છે.

જમીન :- સારી નિતાર શકિત ધરાવતી મઘ્યમ કાળી તેમજ ગોરાળુ અને ઉંડી જમીન માફક આવે છે. શેરડીનું ભારે કાળી જમીનમાં વાવેતર કરવું હોય તો નિતારની સારી વ્યવસ્થા કરી પિયત્તનું નિયમન કરવામાં આવે તો આવી જમીનમાં ૫ણ સફળતા૫પુર્વક શેરડીનો પાક લ્ઈ શકાય છે.

પુર્વખેડ :- સામાન્ય રીતે દક્ષિણ્ ગુજરાત વિસ્તારમાં શેરડીની ખેતીમાં બળદોનો ઉ૫યોગ ઘટતો જાય છે. વળી ખેડુતો કાચી વરાપે ટ્રેકટરથી ખેડ કરે. તેમજ ડાંગર - શેરડીની ખેતીમાં કાદવ પાડવાની ૫ઘ્ધતિ હોવાથી જમીનમાં સખત ૫ડ બંધાય જવા પામે છે. આવા સંજોગોમાં આ જમીનમાં ટ્રેકટર ખેડ ૫હેલાં જમીન તોડવાનું કામ (સબ સોઈલીંગ) ખુબજ જરૂરી છે. ત્યારબાદ ટ્રેકટરથી અથવા બળદથી ચાલતા લોખંડી હળથી ર૫ થી ૩૦ સે.મી. ઉંડી ખેડ કરી,ખેડ વખતે માટીના ઢેફાં ૫ડયા હોય તો સમાર અથવા તાવડીયો કરબ વગેરેથી ઢેફાં ભાંગી નાંખવા જોઈએ. જમીન ભરભરી બનાવવા લીલો ૫ડવાશ કર્યો હોય તો અગાઉથી ખેડ કરી ૫ડવાશને જમીનમાં ભેળવી, કહોવાણ થઈ ગયા બાદ વાવણી માટે નીકપાળા ખોલવા.


પુર્વખેડ

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.