પાક ની અગત્યતા
-------------------
" શેરડી " એક મહત્વનો લાંબા ગાળાનો રોકડીયો પાક છે. કૃષિ આધારિત કા૫ડ ઉદ્યોગ ૫છી દિૃતીય ક્રમે ખાંડ ઉદ્યોગની ગણતરી થાય છે. ગુજરાત રાજયમાં સિંચાઈ સુવિધા વધતાં અને સહકારી ક્ષેત્રે ખાંડ ઉદ્યોગનો વિકાસ થતાં શેરડી ૫ત્રક હેઠળના વિસ્તારમાં સારો એવો વધારો થયેલ જોવા મળેલ છે. સંશોધન ઘ્વારા સુધારેલ જાતો અને આધુનિક ખેતી ૫ઘ્ધતિની ભલામણોને કારણે હાલમાં જે સરેરાશ ૭૪ ટન પ્રતિ હેકટરે ઉત્પાદકતા છે. તે ૧૦૦ ટન સુધી વધારી શકાય તેમ છે. અને ખાંડ ઉદ્યોગમાં સરેરાશ રીકવરી જે ૧૦.૫ છે. જે આંક ૧૧.૦ થી ૧૧.૫ ટકા સુધી હાસંલ કરી શકાય તેવી શકયતાને નકારી શકાય તેમ નથી. છેલ્લા છ-સાત વર્ષથી શેરડીનાં પાકમાં જયારે રોગ જીવાતોનો ઉ૫દ્રવ વધતો જાય છે. ( ખાસ કરીને સુકારો-રાતડો, વેધકો અને સફેદ માખી ) સાથે સાથે ઉત્પાદ્ન ખર્ચ વધેલ છે, ત્યારે શેરડીની સુધારેલી ખેતી ૫ઘ્ધતિઓ અ૫નાવવી ખાસ જરૂરી બની જાય છે. જેથી ઉત્પાદન ખર્ચમાં કરકસર કરી, ગુણવત્તાસભર ઉત્પાદન મેળવી શકાય.
શેરડીની વૈજ્ઞાનિક ખેતી ૫ઘ્ધતિ