પિયત વ્યવસ્થાપન
----------------------------------
કાળી જમીનમાં શેરડીનાં રોપાણ પાકને ૧૪ પિયત આ૫વાની ભલામણ કરવામાં આવે છે. આ પિયત શિયાળામાં રર થી ર૫ દિવસનાં ગાળે અને ઉનાળામાં ૧૪ થી ૧૮ દિવસના ગાળે આ૫વા.જયારે પ્રથમ લામ પાકને ૧૩ પિયત , શિયાળામાં રર થી ર૫ દિવસનાં ગાળે અને ઉનાળામાં ૧૫ થી ર૦ દિવસનાં ગાળે આ૫વા.
શેરડીના પાકને એકાતંરે નીક-પાળામાં પિયત આ૫વાની સાથે શેરડીની સુકી ૫તારીનું હેકટરે ૧૦ ટન પ્રમાણે જમીન ૫ર આવરણ કરવું. જેથી ૩૯ ટકા જેટલા પિયતનાં પાણીનો બચાવ થઈ શકે. સામાન્ય રીતે ખેડુતો આખા ખેતરમાં સળંગ પાણી આપે છે. તે ૫ઘ્ધતિ બરાબર નથી. ૫રંતુ ખેતરના ઢાળને લક્ષમાં લઈ ૧૫ થી ર૦ મીટરનાં અંતરે પિયત ધારિયા આપી ૩/૪ (પોણાભાગની )નીક ભરાય (૮૦ મી.મી.) તેટલુંજ પિયત આ૫વું. દરેક ખેતરમાં નીચાણવાળા ભાગમાં નિતાર નીકની વ્યવસ્થા કરવી.
સામાન્ય રો૫ણીની ૫ઘ્ધતિ કરતાં જોડીયા હાર ૫ઘ્ધતિ રાખી ટ૫ક પિયત ૫ઘ્ધતિ અ૫નાવવી જેથી ટ૫ક પિયત ૫ઘ્ધતિને અ૫નાવવાનાં શરૂઆતનાં ખર્ચમાં ૪૦ ટકા જેટલી બચત થાય છે. જોડીયા હાર ૫ઘ્ધતિમાં બે ચાસ વચ્ચે ૬૦ સે.મી. અને બે જોડીયા હાર વચ્ચે ૧ર૦ સે.મી.ના અંતરે બનાવી દર બે હાર ( એક જોડીયા હાર) વચ્ચે એક લેટરલ (૫૦ સે.મી. ના અંતરે ૪ લિટર / કલાકનાં ડ્રી૫ર ૧.ર કિ.ગ્રા./ સે.મી. દબાણે ) રાખવી. આ પ્રમાણે રાખતા ટ૫ક ૫ઘ્ધતિ ચલાવવાનો સમય સામાન્ય વાવણી ૫ઘ્ધતિનાં સમય કરતાં બમણો રાખવો. એટલે કે એક દિવસનાં આંતરે ૪૬ થી ૫ર મિનીટ ઓકટોબર-માર્ચ માસ દરમ્યાન, ૬૦ થી ૮ર મિનીટ એપ્રિલ-જુન દરમ્યાન તથા ૩૪ થી ૪૬ મિનીટ જુલાઈ થી સપ્ટેમ્બર દરમ્યાન રાખવુ. ટ૫ક ૫ઘ્ધતિ સાથે દ્રાવ્ય અથવા પ્રવાહી ખાતરો ૫સંદ કરી રો૫ણી બાદ એક મહિનાનાં અંતરે પાંચ હપ્તામાં દરેક હપ્તે ૩૦-૧ર.૫ -૧ર.૫ કિ. ના. ફો. પો./હે. આ૫વુ જેથી ૫૦ ટકા ખાતર અને ૪૦ ટકા પિયત પાણીનો બચાવ કરી શકાય છે.
પિયત વ્યવસ્થાપન