શેરડીની ખેતીમાં બીજનું મહત્વ અને બીજ ઉત્પાદન :
----------------------------------------------
• શેરડીનો પાક વાનસ્૫તિક વૃઘ્ધિ ( સાંઠાના ટુકડા રોપી) થી કરવામાં આવે છે. આથી જનિનીક શુઘ્ધતા સાથે રોગ-જીવાતના પ્રશ્નો ૫ણ પુરી કાળજી ન લેવામાં આવે તો બીજ સાથે જ આવે છે. આમ શેરડીની ખેતીમાં બીજ ઉત્પાદન ખૂબ જ અગત્યનું ૫રિબળ છે. માટે દરેક ખેડૂતો અથવા બે થી ત્રણ ખેડૂત મિત્રોએ સમુહમાં બીજ પ્લોટ બનાવવો જોઈએ. જેથી તંદુરસ્ત અને તાજુ બિયારણ હેરફેરનાં ઓછા ખર્ચથી સમયસર મળી રહે.
• બીજ પ્લોટ માટે અગાઉ નાં વર્ષમાં સુકારો/ રાતડો ન આવેલ હોય અને શેરડી સિવાય અન્ય પાકો /લીલો ૫ડવાશ કરેલ હોય તેમજ પાણી/ રસ્તાની સારી સગવડ હોય એવા ખેતરની ૫સંદગી કરવી.
• શેરડીની નવી જાતોની ઝડપી બીજ વૃઘ્ધિ માટે એક આંખવાળા ટુકડામાંથી તૈયાર કરેલ ૩૦ દિવસના છોડને અથવા એક આંખવાળા ટુકડાને ૯૦×૫૦ સે.મી. ના અંતરે અથવા બે આંખવાળા ટુકડાને ૯૦ × ૮૦ સે.મી. નાં અંતરે રો૫વાથી બીજ વૃઘ્ધિ ગુણોત્તર સારો મેળવી શકાય.
• રો૫ણી સમયે ૮ થી ૧૦ માસનું કુમળુ બિયારણ મળી રહે તે પ્રમાણે બીજ પ્લોટની વાવણી કરવી. બીજ પ્લોટને સપ્ટેમ્બર કે ઓકટોબર માસનાં પ્રથમ અઠવાડિયામાં હેકટરે ૫૦.૦ કિ.ગ્રા. વધારાનો નાઈટ્રોજન આ૫વો. તેમજ નીચેના સુકા પાનો ઉતારવા નહી.
• શેરડીનું તંદુરસ્ત અને રોગમુકત બિયારણ માટે ટીસ્યુકલ્ચર છોડની ૧ × ૧ મીટરના અંતરે રો૫ણી કરવી.