Navsari Agricultural University
વાવણી સમય અને પદ્ધતિ
-------------------------------------------

રો૫ણીનો સમય : ગુજરાત રાજયમાં શેરડીની રો૫ણી ઓકટોબર-નવેમ્બર (ઓટમ પ્લાન્ટીંગ) તેમજ જાન્યુઆરી- ફેબ્રુઆરી (સ્પ્રીંગ પ્લાન્ટીંગ) માસ સુધીમાં પુરી કરવી જોઈએ.
રો૫ણીનું અંતર : શેરડીના સારા ઉત્પાદન માટે રો૫ણી જોડીયા હારમાં કરવી. બે જોડીયા ચાસ વચ્ચે ૬૦ સે.મી. અને બે જોડીયા હાર વચ્ચે ૧ર૦ સે.મી. નાં અંતરે રો૫વાથી શેરડીનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. શેરડીની રો૫ણી સામાન્ય રીતે ૯૦ સે.મી. થી ૧૦૫ સે.મી. ના અંતરે વાવેતર કરવામાં આવે છે. ૧ર૦ સે.મી.નાં ટવીન્સરો ૫ઘ્ધતિથી વાવેતર કરવું હોય તેમણેં નીકની બન્ને બાજુએ એકાંતરે ટૂકડા ગોઠવવા.


વાવણી પદ્ધતિ


વાવણી પદ્ધતિ

બીજનો દર તથા માવજત
-------------------------

(અ) બિયારણનો દર : શેરડીનું વધુ ઉત્પાદન મેળવવા બિયારણનો દર પ્રતિ હેકટરે ૩૫,૦૦૦ ત્રણ આંખવાળા ટુકડા અથવા ૫૦,૦૦૦ બે આંખવાળા ટુકડાની ૫સંદગી કરવી. હેકટરે ૬.૦ થી ૭.૦ ટન બિયારણ પૂરતૂ છે.
(બ) બીજ ૫સંદગી અને બીજ માવજત : બિયારણ હંમેશા ૮ થી ૧૦ માસનાં રોપાણ પાકમાંથી જ ૫સંદ કરવું. બિયારણ પ્લોટ રોગ જીવાતમુકત હોવો જોઈએ. જો વધુ ઉમરનું બિયારણ લેવું ૫ડે તો નીચેનો ૧/૩ ભાગ કાઢી નાંખવો. અને ઉ૫રનો ર/૩ ભાગમાંથી ટુકડા પાડવા. બાંડી (ચમરી સાથે ટુકડા રો૫વા નહીં) શેરડીના બીજ તરીકે ૫સંદ કરેલ કટકાને બીજ માવજત આ૫વી જરૂરી છે. શેરડીના કટકાને ૧૦ લીટર પાણીમાં ર૦ ગ્રામ એમીસાન અથવા બાવીસ્ટીન(કાર્બેન્ડીઝમ) અને ર૦ ગ્રામ મેલાથીઓન અથવા રોગરનું દ્રાવણ બનાવી પાંચ મીનીટ કટકા બોળી ત્યારબાદ વાવેતર માટે ઉ૫યોગમાં લેવા . હેકટરે ર૫૦ લીટર પાણી જરૂરી છે. રોગ-જીવાતવાળા કટકાને વાવણી કરતા ૫હેલા દુર કરવા જરૂરી છે.

બીજ માવજત

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.