NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

રોપણી
  • રોપણી સમયે પાણી ભરાયેલું રહેવું જોઈએ નહી.
  • ખેતરની સંપુર્ણ તૈયારી કયર્ા બાદ બીજે દિવસે રોપણી કરાય તે ઈચ્છનીય છે.
  • ૮ થી ૧ર દિવસની ઉંમરના (ર પાન વાળા) ધરૂનો રોપણી માટે ઉપયોગ કરવો.
  • ૩૦ સે.મી. × ૩૦ સે.મી.ના માપની પાતળી લોખંડની પ્લેટ (મેટલશીટ) ને ધરૂના બેડની નીચે હળવેથી ઘુસાડીને ધરૂના મૂળને જરાય પણ નુકશાન ન થાય તે રીતે ધરૂને બીજ અને માટી સહીત એવી રીતે ઉંચકો કે તેને રોપણીનો બીલકુલ આંચકો ન લાગે.
  • રપ × રપ સે.મી.ના અંતરે નિશાની કરેલ જગ્યાએ માત્ર એક જ ધરૂની (ચીપ) છીછરી રોપણી કરવી.
  • નર્સરીમાંથી ધરૂનેઆંચકો ન લાગે તે રીતે કાળજીપુર્વક ઉંચકીને એક કલાકની અંદર જ રોપણી કરી દેવી.

'શ્રી' પધ્ધતિમાં ઓછી ઉંમરના ધરૂને ઓછી ઉંડાઈએ રાખવાથી ધરૂ ખુબ જ ઝડપથી ચોંટી જાય છે. જયારે ચીલાચાલુ રોપણીની પધ્ધતિમાં રપ-૩૦ દિવસના ધરૂને નર્સરીમાંથી ખેંચવામાં આવે છે અને ધાવલ કરેલ કયારીમાં વધુ ઉંડાઈએ ધકેલવામાં આવતાં હોઈ આ પ્રકિ્રયા દરમ્યાન ધરૂના મૂળની ટોચો ઉપર તરફ રહી જાય છે, જેથી તેને જમીન સાથે ચોંટતા વધુ સમય અને શકિતની જરૂર પડે છે અને ધરૂને ચોંટતા વાર લાગે છે.