NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

ધરૂવાડીયું તૈયાર કરવુ
  • મુખ્ય પ્લોટના એક ખૂણા ઉપર અથવા તો એક હેકટરના મુખ્ય ખેતરની નજીક ૧ ગુંઠો વિસ્તાર પસંદ કરવો. ચીલાચાલુ પધ્ધતિમાં એક હેકટરની રોપણી માટે ૧૦ ગુંઠામાં ધરૂવાડીયું કરવાનું હોય છે. જયારે 'શ્રી' પધ્ધતિમાં ફકત ૧ ગુંઠામાં ધરૂવાડિયું કરવાનું હોય છે.
  • પ્રત્યેક એકરના ખેતરની રોપણી માટે ૧-ર દિવસના અંતરે ધરૂ ઉછેર કરવો. વધુ વિસ્તારમાં રોપણી કરવાની હોય તો પુરતા પ્રમાણમાં પિયત તેમજ નિતારની સગવડ સાથેના ૧૦×૧ મીટરના ૧૦ કયારા અથવા ર૦×૧ મીટરના પ ગાદીકયારા તૈયાર કરવા.
  • ધરૂના મૂળ ૧૦.પ સે.મી. સુધી ઉતરતા હોવાથી ગાદી કયારાની ઉંચાઈ -૧૦ સે.મી. રાખવી.
  • ગાદી કયારા બનાવવા :
  • છાણીયું ખાતર/અળસીયાનુંખાતર/માટીના જુદા જુદા સ્તર બનાવી, તેને  સારી રીતે મિશ્ર કરીને ગાદી કયારા બનાવવા.
    • પ્રથમ સ્તર : -ર સે.મી.નુ સારું કહોવાયેલું છાણીયું ખાતર/અળસીયાનું   ખાતર
    • બીજું સ્તર : ર સે.મી. જમીન
    • ત્રીજું સ્તર : સે.મી. સારુંકહોવાયેલું છાણીયું ખાતર/અળસીયાનું ખાતર
    • ચોથું સ્તર : થી ર સે.મી. માટી અથવા માટી તેમજ છાણીયા ખાતરને :૧ ના પ્રમાણમાં સારી રીતે મિશ્રણ કયર્ુ હોય તેવી જમીનનો ગાદીકયારા બનાવવા માટે ઉપયોગ કરવો.
  • ગાદી કયારાની ચારે બાજુએ આધાર આપવા માટે લાકડાની પટટી / સમાર કે ડાંગરના પરાળના પૂળીયાનો ઉપયોગ કરવો.
  • વધારાનું પાણી નીતરી જાય તે માટે ચારે બાજું નીતારનીક બનાવો.
  • ફણગાવેલા બીજને પુંકવા:
  • એક હેકટરની રોપણી માટે પ કિલો (એક એકરે ર કીલો પ્રમાણે) બીજને ફણગાવીને તેના ૧૦ સરખા ભાગ કરી (×૧૦ મી.) ના ગાદી કયારામાં એકસરખા પુંકવા.
  • ગાદી કયારા ઉપર પુંકેલ બીજને કાળજીપૂર્વક એકસરખા પાથરવા, સારો ઉગાવો મેળવવા માટે ફણગાવેલા બીજને સાંજના સમયે પુંકવા સલાહભરેલું છે.
  • ફણગાવેલા બીજને એકસરખા પુંકયા બાદ ૧૦ ચો.મી.દીઠ ૧૦ કિલોગ્રામ સારા કહોવાયેલા ઝીણા છાણીયા ખાતરનું આવરણ કરવું. ત્યારબાદ પક્ષાીઓથી તેમજ ગરમીની અસરથી ર થી ૩ દિવસ રક્ષાણ થાય તે માટે તે જ જાતના ડાંગરના ઘાસથી આવરણ કરવું.
  • ત્યારબાદ દરરોજ ઝારાથી દરેક ગાદી કયારા ઉપર બે થી ત્રણ વાર પાણી છાંટવું. (સવારે, બપોર પછી અને સાંજે)
  • 'શ્રી' પધ્ધતિની રોપણી માટે જમીનની તૈયારી:
  • મુખ્ય ખેતર તૈયાર કરવાની રીત પ્રણાલિકાગત રીત જેવી પણ શ્રી પધ્ધતિમાં સાનૂકુળ લેવલરથી ખેતર લેવલ કરવાની ખાસ કાળજી લેવી આવશ્યક છે.
  • ધરૂ ઉછેર માટે બીજની વાવણી પછી તરત જ મુખ્ય ખેતર તૈયાર કરવાની કામગીરી શરુ કરવી જરૂરી છે.
  • ખેડ પહેલાં હેકટર દીઠ ૧૦ ટન સારૂં કહોવાયેલું છાણીયું ખાત (એકરે ટન) એકસરખું પુંકીને રોટોવેટરની મદદથી જમીનમાં પુરેપુરું ભેળવવું.
  • ત્યારબાદ ટ્રેકટર/બળદથી ચાલતા પડલરથી ઘાવલ કરવું.
  • લાકડાના સમારથી કયારી સમતલ કરીને, નાના કયારાઓ બનાવીને સમારથી સમતલ કરવા.
  • અસરકારક પિયત વ્યવસ્થાપન માટે દરેક પ્લોટ દીઠ સ્વતંત્ર પિયત અને નીતારનીકો બનાવો.
  • રોપણીના શરૂઆતના સ્ટેજમાં પાણી ન ભરાય તે માટે દર બે મીટરે નીતાર નીકો બનાવવી.