જમીનની સંતૃપ્તતા જેટલું પાણી જાળવો આ માટે પાણી ચુસાયાબાદ ખેતરમાં વાળ જેટલી તિરાડ પડે એટલે બીલકુલ હળવું પિયત આપવું. (કયારીને વારાફરતી ભીની અને કોરી કરવી.)
કોનો વીડર/રોટરી વીડર ફેરવતી વખતે છબછબીયું પાણી હોવું જરૂરી છે. જેથી નિંદામણ જમીનમાં દબાવવામાં સરળતા રહે છે.
પાણી ભરાઈ ન રહે તે માટે તેમજ જરૂર પડે ત્યારે નિતાર કરવા માટે પુરતા પ્રમાણમાં નીતાર નીકો બનાવો.
પ૦ ટકા ફુલો આવે તે પછી દાણા પાકટ થવાની અવસ્થા સુધી છીછરૂ પાણી (ર-૩ સે.મી.) ભરેલું રાખવું.
કાપણીના ૧૦-૧પ દિવસ પહેલા ખેતરને સંપૂર્ણ રીતે કોરૂ કરો.