ડાંગરની નિષ્ણાંત પ્રણાલી
- શ્રી પધ્ધતિમાં પાણીની ઓછી જરૂરિયાત હોવાથી ૩૦-૪૦ ટકા પિયતના પાણીની બચત થાય છે.
- સાદી રોપણી પધ્ધતિમાં હેકટરદીઠ રપ-૩૦ કિલો બીજની જરૂર પડે છે જયારે શ્રી પધ્ધતિમાં માત્ર પ કિલો બીજની જરૂર રહેતી હોવાથી ૧૦પ ટકા બીજની બચત થાય છે. હાઈબ્રીડ બીયારણની મોંઘી કિંમતને લીધે આ પધ્ધતિ હાઈબ્રીડ ડાંગરની ખેતી માટે વધુ ફાયદા કારક છે.
- રાસાયણિક ખાતર, કીટનાશી દવાઓના ખર્ચમાં ઘટાડો થાય છે. કારણકે શ્રી પધ્ધતિમાં સેદિ્રય ખાતર તેમજ કુદરતી જૈવીક નિયંત્રણોમાં ઉપયોગ ઉપર ભાર મુકવામાં આવે છે.
- સેંન્િદ્રય ખેતી પધ્ધતિને લીધે વધુ તંદુરસ્તી અને સ્વાદિષ્ટ ચોખા મેળવી શકાય છે.
- ઈનપુટમાં ઓછા ખર્ચથી વધુ અને સારૂ ઉત્પાદન મળે છે.
- શ્રી પધ્ધતિની છ ભલામણ પધ્ધતિઓમાંની કેટલીકને અપનાવવાથી પણ ઉત્પાદન વધારી શકાય છે.
- રોપણીનો આંચકો ન લાગવાથી ધરૂ ઝડપથી ચોંટી જાય છે. આથી પાક ૧૦-૧પ દિવસ વહેલો તૈયાર થઈ જાય છે.
- શ્રી પધ્ધતિમાં પહોળા અંતરે એક જ ધરૂની રોપણી કરવાની હોવાથી રોગીંગ ઓછુ આવતું હોવાથી બીજની જરૂર ઓછી થતી હોવાથી બ્રીડર અને ફાઉન્ડેશન બીજના સંવર્ધન માટે વધુ અનુકૂળ છે.
- શ્રી પધ્ધતિથી મેળવેલાં બીજની ગુણવતા વધુ સારી હોય છે.