ભલામણ મુજબનું રોપણી અંતર રપ સે.મી. × રપ સે.મી.ના અંતરે ચોકડીયા રોપણી કરવા માટે ખેતરની લંબાઈ અને પહોળાઈ બંન્ને દિશામાં ચોકડી દેખાઈ તે રીતે રપ સે.મી.ની ઝીંસલીથી માકર્ીગ કરવું. જેથી પ્રતિ ચો.મી.૧૬ છોડ (ધરૂ) ની સંખ્યા જળવાઈ રહે. કુશળ મજુરો હોય તો રપ સે.મી.ના અંતરે રોપણી માટેની દોરથી પણ ચોકકસ રોપણી કરી શકાય. સાંજે ઘાવલ કયર્ા પછી બીજે દિવસે કાદવ ઠયર્ા પછી ઝીસલી ખેંચવી. તમાકુ, રીંગણ, ટામેટા, મરચી જેવા પાકોમાં હારબધ્ધ રોપણી કરવા માટે જુદા જુદા પ્રકારની ઝીંસલી વિકસાવવામાં આવેલ છે. ઝીંસલીને તૈયાર કરેલા ખેતરમાં બંન્ને બાજુથી (લંબાઈ અને પહોળાઈમાં) ચલાવવી.