NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

શ્રી (એસ.આર.આઈ.)પધ્ધતિ

ડાંગરની ઘનીષ્ઠ ખેતીને 'શ્રી' ના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. આ ખેતી, કોઈ એક ચોકકસ ડાંગરની જાત કે હાઈબ્રીડ જાત માટેની ખેતી નથી પરંતું ડાંગરપાકની ખેતી માટેની તે ખાસ પધ્ધતિ છે. ડાંગરની આ સુધારેલ પધ્ધતિની શોધ ૧૯૮૩ માં માડાગાસ્કર ટાપુના એક પાદરી ફાધર હેનરી લવલાનીએ કરી હતી. હાલમાં આ પધ્ધતિ દુનિયાભરના ડાંગર પકવતા રાષ્ટ્રોમાં પ્રચલિત થતી જાય છે.

'શ્રી' પધ્ધતિએ ડાંગરની ખેતીમાં ચોકકસ તાંત્રિકતાઓનો સમન્વય છે, કે જેમાં ડાંગરનો છોડ, જમીન, પિયત તેમજ પોષણને અનુલક્ષી ને ધરુ ઉછેર, રોપણી સમય, પિયત, પોષણ (ખાતર) અને નિંદણ નિયંત્રણની રીત અને સમયમા થોડો બદલાવ કે સુધારો કરવામાં આવેલ છે. જો કે તેમાં ખેતીની મૂળભૂત તાંત્રિકતા વત્તા ઓછા પ્રમાણમાં સરખી જ હોય છે. 'શ્રી' ટેકનીકમાં  ક્ષોત્ર વ્યવસ્થાપનની હાલની ડાંગરની ખેતીની રીતમાં  થોડો ફેરફાર કરવામાં આવે છે.

'શ્રી' પધ્ધતિના સિધ્ધાંત:

        'શ્રી' ટેકનીકમાં ધરૂ ઉછેર તેમજ છોડ માટે જમીન, પાણી અને પોષણ વ્યવસ્થા જેવી ટેકનીકનો સમન્વય કરવામાં આવેલ છેે. છોડ, જમીન અને પાણીના શ્રેષ્ઠ વ્યવસ્થાપન ધ્વારા ઉત્પાદકતા વધારવા ડાંગર પકવવાની ચીલાચાલુ પધ્ધતિમાં કરેલ ફેરફારને 'શ્રી' ટેકનીક તરીકે ઓળખાવવામાં આવે છે. આ પધ્ધતિમાં હજારો વર્ષ થી પ્રચલિત પિયત વ્યવસ્થાપન પધ્ધતિમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે.

નીચે મુજબની છ મૂળભૂત ટેકનીક એક સાથે અપનાવવાથી તેમની સંયુકત અસરને લીધે 'શ્રી' પધ્ધતિની પૂરેપૂરી ક્ષામતાનો ફાયદો મેળવી શકાય છે.

(૧)ધરૂને માટીના ઢેફા સાથે ઉપાડને મૂળને નુકશાન કયર્ા વગર રોપણી કરવી (૮-૧ર દિવસનું ધરૂ)

(ર)એક જ છોડ/ધરૂની સાવચેતી પૂર્વક છીછરી ઉંડાઈએ જ રોપણી કરવી.

(૩) પહોળા પાટલે રોપણી કરવી (રપ સેમી × રપ સેમીના અંતરે)

(૪)જમીનને વારાફરતી ભીની અને કોરી રાખીને પાણીનું નિયમન જાળવવું.

(પ)રોટરી/કોનો વીડરનો ઉપયોગ કરી બે હાર વચ્ચેનું નિંદામણ કરવું.

(૬)છાણીયું/કોમ્પોસ્ટ ખાતર જેવા સેંદ્રીય ખાતરનો મહતમ ઉપયોગ કરવો.









                                                                                                                                                                                    શ્રી પધ્ધતિના સિધ્ધાંતો