સામાન્ય રીતે છોડને પોષણ માટે મુખ્ય તત્વો (કાર્બન, હાઈડ્રોજન, ઓકિસજન), ગૌણ તત્વોમાં (નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર/ગંધક) જયારે સૂક્ષમ તત્વોમાં (લોહ, જસત, કેલ્શીયમ, મેગ્નેશિયમ, તાંબુ, મેંગેનીઝ, બોરોન, મોલીબ્લેડમ અને સીલીકોનનો સમાવેશ થાય છે.
ડાંગર પાકને પોતાનો ખોરાક બનાવવા તેમજ દેહધાર્મિક ક્રિયાઓ માટે આ ૧૬ તત્વો ઓછાવત્તા પ્રમાણ માં જરુર પડે છે. જે પૈકી કર્બન , હાઈડ્રોજન, ઓકિસજન હવા અને પાણીમાથી અને બાકીના જમીનમાથી મેળવે છે. સામાન્ય રીતે ડાંગરને જરુરી પોષક તત્વો ઓછા વત્તા પ્રમાણમા જમીનમા હોય જ છે પરંતુ એક જ જમીનમાં એકનો એક પાક થતો હોય, બહુપાક અને ઘનીષ્ટ પાક લેવાથી તેમજ જમીનનુ ધોવણ, નિન્દણ દ્વારા શોષણ, અલભ્ય સ્વરુપમા ફેરવાય જવાથી જમીનમા પોષક તત્વોની ઉણપ વર્તય છે. જમીનના રાસાયણિક પ્રુથ્થકરણ પરથી માલુમ પડેલ છે કે, દક્ષિાણ ગુજરાતના જિલ્લાઓમાં સામાન્ય રીતે જોવા મળતી પોષક તત્વોની નીચે મુજબ ઉણપ જોવા મળેલ છે.
અ.નં.
|
જિલ્લો
|
નાઈટ્રોજન
|
ફોસ્ફોરસ
|
પોટાશ
|
ગંધક
|
જસત
|
લોહ
|
ત્રાંબુ
|
મેંગેનીઝ
|
બોરોન
|
૧.
|
વલસાડ
|
૬-ર૩
|
૧ર-૬૧
|
૦-૬
|
૦-૩
|
૪-ર૯
|
૦-૧૧
|
૦-૪
|
૦-રર
|
૦-૧૩
|
ર.
|
નવસારી
|
૧૬-૪૩
|
૧૩-૩૩
|
૦-૪
|
૦-ર૬
|
૦-રર
|
૦-ર૮
|
૦
|
૭-ર૬
|
૦-૭
|
૩.
|
સુરત
|
૯-૪૮
|
૭-પ૦
|
૦-૧૪
|
૪-૬૪
|
૪-ર૬
|
ર-ર૮
|
૦
|
ર-૬
|
૩-૧૦
|
૪.
|
ભરૂચ
|
ર૯-૮૯
|
૧૧-૬૪
|
૦
|
૬-૪૦
|
૭-ર૩
|
૦-૯
|
૦
|
૦
|
૩-૧૭
|
પ.
|
નર્મદા
|
૪ર-પર
|
૧ર-૪૯
|
૦
|
ર૯-૪પ
|
૦-૧૩
|
૦-૪
|
૦
|
૦
|
૦-૧૮
|
પોષક તત્વોની ઉણપનું અસરકારક નિયંત્રણ કરવા માટે તેનુ સચોટ નિદાન જરૂરી છે. ત્યાર બાદ જે તે પોષક તત્વોની ઊણપ નિવારવા માટે ભલામણ કરેલ માત્રામાં આવા તત્વોનો પાન ઉપર છંટકાવ કરવાથી કે તેનો સીધો જમીનમાં ઉમરો કરવાથી તનુ અસરકારક નિયંત્રણ કરી શકાય છે. જયારે પોષક તત્વોની ઝેરી અસર માટે જવાબદાર હવામાન કે જમીનની વિપરિત અસરને સમયસરના યોગ્ય પગલાં લઈ નિવારી શકાય છે.
પોષક તત્વોની ઊણપની સમસ્યાના નિવારણ માટે અટકાયી પગલા રૂપે ખેતરમાં દર વર્ષે સેન્દ્રિય ખાતરો જેવા કે છાણિયું ખાતર, બાયોકમ્પોસ્ટ કે અન્ય ખોળ ઉમેરતા રહેવું જોઈએ. સાથે સાથે જમીનનું ભૌતિક અને રસાયણિક બંધારણ સુધારવા માટે ખેતરમાં લીલો પડવાશ અને પાકની ફેરબદલી સાથે કઠોળ જેવા પાકોનું વાવેતર કરવું જોઈએ.