દરેક વનસ્પતિની વૃધ્ધિ તેમજ વિકાસ માટે નાઈટ્રોજન પછી કોઈ અગત્યનું તત્વ હોય તો તે ફોસ્ફરસ છે. ફોસ્ફરસની ગેરહાજરીમાં પૃથ્વી ઉપર જીવન શકય નથી. જમીનમાં ફોસ્ફરસની ઉણપ હોયતો છોડ પુરતો વિકસી શકતો નથી કે મહત્તમ ઉત્પાદન આપી શકતો નથી. જમીનમાં પુરતા પ્રમાણમાં ફોસ્ફરસની હાજરી હોય તો છોડનો વિકાસ ઝડપી થાય છે. છોડ વધારે માત્રામાં અને વધુ ઉંડા મૂળ બનાવે છે, પરિણામે જરૂરી પોષક તત્વો દૂરથી મેળવી શકે છે. ફૂટ, કંટીની સંખ્યા વધે છે, દાણા વધુ ભરાય છે. છોડનું થડ, ડાળીઓ મજબૂત બને છે અને સમયસર અને સમાન પાક તૈયાર થાય છે. આ તત્વની ઊણપને લીધે ડાંગરનાં છોડનાં પાન સીધા, સાંકડા અને ઘેરા લીલા જોવા મળે છે. છોડ ઠીંગણો રહે છે. આવા છોડમાં ફૂટની સંખ્યા નહિવત જોવા મળે છે. મૂળનો વિકાસ ઓછો થયેલો માલુમ પડે છે.
ફોસ્ફરસની ઊણપ
ઉણપનું નિવારણ
- ભલામણ મુજબ નાઈટ્રોજન તત્વ યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટના રૂપમાં આપવું.
- ઉભા પાકમાં જો નાઈટ્રોજનની ખામી જોવા મળે ત્યારે પાણીમાં દ્રાવ્ય સિંગલ સુપર ફોસ્ફેટ
- ભલમાણ મુજબનું સાંદ્રતાવાળું યુરિયા ખાતરના દ્રાવણ બનાવી છંટકાવ કરવાથી ખામી દૂર કરી શકાય છે. સામાન્ય રીતે યુરિયાના ૧.પ થી ર.૦ ટકા સુધીની સાંદ્રતાવાળા દ્રાવણનો છંટકાવ કરવાથી ઉણપ મહદઅંશે નિવારી શકાય છે.