કોઈપણ પાકના પોષણ માટે નાઈટ્રોજન સૌથી અગત્યનું અને સૌથી વધારે જોઈતું તત્વ છે. નાઈટ્રોજન તત્વની ઊણપને લીધે છોડના પાન પીળા થાય છે.નવું નીકળતું પાન સીધું અને ઝાંખું લીલું થયેલું જોવા મળે છે. છોડ ઠીંગણો રહે છે અને તેમાં ફૂટનું પ્રમાણ ઘટી જાય છે. છોડની વૃધિધ રૂંધાય છે.
નાઈટ્રોજનની ઊણપ
ઉણપનું નિવારણ
ડાંગરના પાકમાં નાઈટ્રોજન તત્વની ઊણપ જણાતી હોય તો નીચેના પૈકી એક અથવા વધુ ઉપાયો કરવા.
- ભલામણ મુજબ નાઈટ્રોજન તત્વ યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટના રૂપમાં આપવું.
- જમીનમાં નાઈટ્રોજન તત્વનું પ્રમાણ કેટલું છે તે માટે જમીનની ચકાસણી કરાવી જાણી લેવું અને તે મુજબ જે તે પાકની જરૂરિયાત ધ્યાનમાં રાખી ઉણપ વર્તાતી હોય તો વધુ નાઈટ્રોજનયુકત ખાતર ઉમેરી શકાય.
- આ ઉપરાંત નાઈટ્રોજન તત્વ જાળવવા માટે જમીનમાં છાણિયું ખાતર ઉમેરવું. સાથે સાથે પાકના અવશેષો પણ ઉમેરવાથી જમીનમાં યોગ્ય માત્રા જળવાઈ રહેશે.
- ડાંગરના રોપણી/ વાવેતર પહેલાની સીઝન દરમિયાનકઠોળ વર્ગના પાક લેવામાં આવે તો દર હેકટરે ૧૦૦ થી ૧પ૦ કિ.ગ્રામ નાઈટ્રોજન જમીનમાં ઉમેરાય છે.
- ઉભા પાકમાં જો નાઈટ્રોજનની ખામી જોવા મળે ત્યારે ભલમાણ મુજબનું સાંદ્રતાવાળું યુરિયા ખાતરના દ્રાવણ બનાવી છંટકાવ કરવાથી ખામી દૂર કરી શકાય છે. સામાન્ય રીતે યુરિયાના ૧.પ થી ર.૦ ટકા સુધીની સાંદ્રતાવાળા દ્રાવણનો છંટકાવ કરવાથી ઉણપ મહદઅંશે નિવારી શકાય છે.