NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

    ઝીંક તત્વની ઊણપ (તાંબીયો)

આ તત્વની ઊણપને લીધે નવા પાનોની મુખ્ય નસ તેના પર્ણ આવરણથી પીળી થઈ આગળ વધે છે. નીચેના પાન પર તપખીરીયા/ભૂખરા ધાભા અને ભૂખરી પટૃીઓ જોવા મળે છે. આવો રોપાણ ડાંગરમાં ૩૦ દિવસની અવસ્થામાં ઝિંક તત્વની ઉણપને લીધે તાંબિયો રોગ જણાય છે. આવા રોગવાળા છોડના નીચેના પાન પર તપખિરીયા બદામી કે લોખંડ પર લાગતા કાટ જેવા તાંબા રંગના નાના ડાઘ પડે છે. વધારે પડતી ઝિંકની ઉણપ હોય તો આખા પાન તાંબા રંગના બદામી થઈ જાય છે. અને દૂરથી આખું ખેતર  રતાશ પડતું દેખાય છે. ખેડૂતો તેને ''તાંબીયા'' રોગથી ઓળખે છે. ઝીંકની અછત લીધે  છોડનો વિકાસ અટકે છે. છોડ ઠીંગણો રહે છે. તેથી ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. આ રોગ જયા અને ગુર્જરી જાતોમાં વધારે જોવા મળે છે.

Rice01Zn.jpg (283511 bytes)      Rice02Zn.jpg (315863 bytes)

                                                                   ઝીંક તત્વની ઊણપ

નિયંત્રણ ઉપાયો

આ રોગ ન આવે તે માટે ઘાવલ કરતી વખતે પ્રતિ હેકટરે રપ થી ૩૦ કિલો ઝીંક સલ્ફેટ જમીનમાં આપવું અથવા રોપણી પછી પણ ૬૦ દિવસ સુધી પૂંખીને આપી શકાય. જો તે આપેલ ન હોય તો પ૦ ગ્રામ ઝીંક સલ્ફેટ અને રપ ગ્રામ ચુનો ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવાથી જસતની ખામી નિવારી શકાય છે. તાજેતરમાં થયેલ સંશોધન મુજબ કેળના થડના રસ (બનાના સેપ)માંથી બનાવેલ પ્રવાહી (ર ટકા) ઓગર્ેનીક ખાતર ફૂટ અવસ્થાએ, જીવ પડવાની અવસ્થાએ અને દાણાના વ્િાકાસની અવસ્થાએ છંટકાવ કરવાથી ડાંગરના દાણામાં લોહ તત્વની માત્રા વધારી શકાય છે.