આ તત્વની ઊણપને લીધે પાનો ઘેરા લીલા રંગના હોય છે.પરતું નીચેના પાનોની ટોચનો ભાગ પીળો થાય છે. આવા પાનો ઉપર ભૂખરા ટપકાંવાળા નીચે લબડી પડેલા જોવા મળે છે. આવા છોડમાં ફૂટની સંખ્યામાં થોડો ઘટાડો થઈ છોડ ઠીંગણો રહે છે.
પોટેશીયમ તત્વની ઊણપ
ઉણપનું નિવારણ
સામાન્ય રીતે ગુજરાતની બધી જ જમીનોમાં (રેતાળ જમીન સિવાય) લભ્ય પોટાશનું પ્રમાણ પૂરતું છે. પાક ધ્વારા પણ પોટાશ બીજા તત્વોની સરખામણીમાં વધારે પ્રમાણમાં લેવાય છે. ગુજરાતની જમીનમાં પોટાશયુકત ખાતરોની ભલમાણ નથી, કારણ કે જમીનમાં પોટાશની માત્રા પૂરતા પ્રમાણમાં હતી. આથી પોટાશને લગતું સંશોધન ઓછું થયેલ. પરંતુ છેલ્લા દશકામાં વધુ ને વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ આવવાથી તથા વર્ષમાં એક કરતાં વધારે પાક એક જ જમીનમાં લેવાથી અમુક વિસ્તારમાં પોટાશની ખામી જોવા મળેલ છે. છેલ્લા એકાદ દસકાથી મગફળી, કપાસ અને દિવેલાના પાકમાં પોટાશને લગતી ભલામણ પણ થયેલ છે. આમ, જમીનની ફળદ્રુપતા જાળવવા માટે જમીન ચકાસણીના પરિણામો તથા જે તે પાકની જરૂરિયાતને ધ્યાનમાં રાખી પોટાશ ખાતરો પાક વાવતા પહેલા જમીનમાં આપવા જોઈએ. જો જમીન અને છોડનું રાસાયણિક પૃથકકરણ કરવાથી ક્રાંતિકામાત્રા કરતા પોટાશ જમીનમાં અને છોડમાં ઓછો હોય તો પોટાશયુકત ખાતરો યુરિયા ખાતરની જેમ ઉભા પાકમાં આપી શકાય અને છોડમાં પોટાશની અછત દૂર કરી શકાય છે. અથવા પોટાશયુકત ખાતર (પોટેશિયમ કલોરાઈડ)નું ૧ થી ર ટકાનું દ્રાવણ બનાવી પાક ઉપર છંટકાવથી પણ અછતની પરિસ્િથતિ મહ્દઅંશે કાબૂમાં લઈ શકાય છે.