લોહ તત્વની ઊણપથી સંપૂર્ણ પાન પીળું કે સફેદ જોવા મળે છે. આ રોગ જમીનમાં લોહ (આયર્ન) તત્વની ઉણપને લીધે થાય છે અથવા જમીનનું બંધારણ બગડવાથી કે અન્ય કારણસર જમીનમાંથી લોહ તત્વ છોડને લભ્ય ન થઈ શકતું હોય ત્યારે છોડની વૃધ્ધિ પર અસર થવાથી રોગ થાય છે. ખાસ કરીને ધરૂવાડીયામાં પાણીની ખેંચ વર્તાય ત્યારે જમીનના ઉપલા સ્તરમાં ક્ષારો જમા થાય છે. તેથી લોહ તત્વની ઉણપ જણાય છે. શરૂઆતમાં ધરુ પીળું પડવા લાગે છે. છેવટે સફેદ થઈને ઉતરી જતું હોય છે. આ રોગ ખાસ કરીને ઉંચાણવાળા ધરૂવાડીયા કે જયાં પાણીનું ભરણ રહેતું નથી ત્યાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આથી ક્ષાારવાળી , ગોરાડુ કેે રેતાળ જમીનમાં કરેલ ધરૂવાડીયામાં ઘણીવાર રોપવાલાયક પુરતા છોડ પણ મળતા નથી.
પાનમાં ઊણપ ઊણપવાળા ખેતર
નિયંત્રણ ઉપાયો
- ફેરસ સલ્ફેટ (૧૯ %) જમીનમાં આપવા થી ઉણપ નિવારી શકાય છે.
- જમીનમાં લોહની ઉણપ જણાય તો હેકટરે પ૦ કિ.ગ્રા. હિરાકથી વાવણી પહેલા ઉમેરવું.