NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી
      નુકસાન

ઈંડામાંથી નીકળતી ઈયળ પ્રથમ વલય મેખલા અથવા તો આવરક પર્ણતલની અંદરની બાજુના પોચા ભાગને ખાય છે. જેથી આવરક પર્ણતલને ઉખેડતા અંદરના ભાગ પર ઘસરકા કરેલ સફેદ લીટીઓ જોવા મળે છે. ત્યારબાદ ઈયળ છોડના ટોચના ભાગમાં દાખલ થઈ કોરાણ કરે છે. પરિણામે ડેડહાર્ટ ઉત્પન્ન થાય છે. આ ડેડહાર્ટ ખેંચતા ખરાબ ગંધ આવતી નથી. આ ઈયળના નુકસાનથી શેરડીની આંતરગાંઠો સખત થઈ જવાથી પીલાણ વખતે મુશ્કેલી પડે છે. ઉપદ્રવિત આંતરગાંઠોની લંબાઈ અને જાડાઈમાં ઘટાડો થાય છે.