ઈંડાંમાંથી નીકળેલી ઈયળ પાન પર થોડો સમય રહયા બાદ એકાદ અઠવાડીયું આવરક પર્ણતલની અંદરની બાજુનો કુમળો ભાગ ખાઈને નભે છે. ત્યારબાદ તે આંતરગાંઠમાં કાણું પાડી અંદર દાખલ થઈ અંદરનો ભાગ કોરી ખાય છે. જેથી “ડેડ હાર્ટ” ઉત્પન થાય છે. આ ડેડ હાર્ટ ડૂંખ વેધકથી થતા ડેડ હાર્ટને મળતો આવે છે. શેરડીનો સાંઠો બંધાયા પછી ઉપદ્રવનો ખ્યાલ બહારના ચિન્હોથી આવતો નથી. આવરક પર્ણતલ ઉખેડતા સાંઠા પર કાણાં કે બખોલ જેવુ જોવા મળે છે