ઈંડાંમાંથી નીકળેલી ઈયળ પાનની મધ્યનસમાં કોરાણ કરી સાંઠાની વલય મેખલામાં દાખલ થાય છે, જેથી પાન ખુલે ત્યારે પાન પર ૪ થી ૫ સમાંતર કાણાં જોવા મળે છે. જે સહેલાઈથી ખેચાઈ આવતો નથી. સાંઠાનો વિકાસ રૂંધાય છે. પાકની પાછલી અવસ્થામાં ઉપદ્રવ થતા, સથાની નીચેની આંખો ફૂટી નીકડે છે જે થી શેરડીનો દેખાવ સાવર્ણી જેવો જોવા મળે છે. જેને શેરડીનો કુંજડો કહે છે.