NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી
    શેરડીના વેધકોનું સંકલિત વ્યવસ્થાપન
  • શેરડીના ખેતરમાં પાણી ભરાઈ રહેવુ જોઈએ નહી.
  • શેરડીનો એકથી વધુ બડઘા પાક લેવો નહી.
  • જીવાત મુકત બિયારણ પસંદ કરવું.
  • શેરડીના ખેતરમાં પ્રકાશપિંજર તથા ફેરોમોન ટ્રેપ ગોઠવીને જીવાતની મોજણી કરવી.
  • શેરડીના ટોચ વેધક, ડૂંખ વેધક, સાંઠાનો વેધક અને આંતરગાંઠના વેધકના ઈંડાના સમૂહો એકઠા કરી નાશ કરવો અથવા વાંસમાંથી બનાવેલા બુસ્ટર મૂકવા જેથી ઈંડાના પરજીવીને બચાવી શકાય.
  • આ ઉપરાંત ઉપદ્રવવાળા છોડનો ઈયળ સહિત નાશ કરવો.
  • જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે વેધકોના ઈંડાના પરજીવી  ટ્રાયકોગામાનો હાલ વ્યાપારી ધોરણે ઉછેર થાય છે. આ ટ્રાઈકોકાર્ડમાંથી નીકળતી માદા ભમરી વેધકોના  ઈંડાંમાં પોતાનું ઈંડુ મુકી વેધકોના ઈંડાંનો નાશ કરે છે.
  • એક ટ્રાઈકોકાર્ડના આઠ ભાગ કરી દરેક ભાગને ૧પ×૧પ મીટરના અંતરે પાનની નીચેની બાજુએ ટ્રાયકોકાર્ડનો ભાગ ખુલ્લો રહે તે રીતે સ્ટેપલ કરવા.
  • હેકટર દીઠ ર થી ૩ ટ્રાયકોકાર્ડની જરૂરીયાત રહેશે.
  • દર ૧પ દિવસના અંતરે ટ્રાયકોકાર્ડ છોડતા રહેવું.
  • ટ્રાયકોકાર્ડને હવાની અવરજવર થઈ શકે તેવી વાંસની ટોપલી અથવા અન્ય એવા સાધનમાં વહન કરવું.
  • ટ્રાયકોકાર્ડ પર દર્શાવેલ તારીખ સુધીમાં કે તે પહેલા ઉપયોગ કરી પરજીઓ છોડી દેવા.
  • ટ્રાયકોકાર્ડને સવાર અથવા સાંજના સમયે ખેતરમાં છોડવા.
  • ટ્રાયકોકાર્ડને સીધો સૂર્યપ્રકાશ ન લાગે તે રીતે ઈંડા જમીન તરફ રહે તેમ પાન પર સ્ટેપલ કરવા.
  • ટ્રાયકોગામા છોડવાના અઠવાડિયા પહેલા અને છોડયાના અઠવાડિયા બાદ ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ ટાળવો.
  • રાસાયણિક જંતુનાશક દવાનો ઉપયોગ કરવાની જરૂરીયાત જણાય તો નીચે દર્શાવેલ પૈકી કોઈપણ એક જંતુનાશક દવાનો ઉપયોગ કરવો. કાર્બોફયુરાન ૩ ટકા દાણાદાર દવા હેકટરે ૩૩ કિ.ગ્રા. પ્રમાણે રોપણી બાદ એક મહિને અને ત્યારબાદ પાળા ચઢાવતી વખતે જમીનમાં આપવી અથવા ફોરેટ ૧૦ ટકા દાણાદાર દવા હેકટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે રોપણી બાદ ૩૦, ૯૦ અને ૧પ૦ દિવસે જમીનમાં આપવી.
  • પ્રવાહી સ્વરૂપે છાંટવાની દવાઓ કાર્બારીલ પ૦ ટકા વેટેબલ પાવડર ૪૦ ગ્રામને ૧૦ લીટર પાણીમાં ભેળવી રોપણી બાદ જરૂરીયાત મુજબ છંટકાવ કરવો.