ફૂદાં ઘાંસીયા કે રાખોડી ભુખરા રંગના હોય છે. જેની પશ્વપાંખો સફેદ રંગની હોય છે. આ જીવાત પીલા અવસ્થામાં પાન ઉપર સમુહમાં ઈંડા મુકે છે , તેમાથી નીકળતી ઈયળ ઝાંખા સફેદ રંગની હોય છે અને તેના શરીર પર જાંબુડીયા રંગની પાંચ પટ્ટીઓ વક્ષ પ્રદેશના બીજા ખંડથી ઉદરપ્રદેશના આઠમા ખંડ સુધી લંબાયેલી હોય છે. પૂર્ણ વિકસીત ઈયળ ૨૦ થી ૨૫ મી.મી. લાંબી હોય છે. ઈયલ લાળની મદદથી લટકી જમીન સપાટીએ થી પીલમાં દાખલ થાય છે. કોરાણ કરી પીલામાં ટોચના ભાગ તરફ નુકશાન કરે છે , તેથી ગર્ભ સુકાઈ જતો જોવા મળે છે. જે સહેલાઈ થી ખેચાઈ આવે છી જેને દેડહાર્ટ તરીકે ઓડખવામાં આવે છે. આવા ઉપદ્રવીત પીલમાં દૂર્ગંધ આવે છે. આ જીવાતનો ઉપદ્રવ પાકની શરૂઆતની અવસ્થામાં જોવા મળે છે.