NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી
      નુકસાન

      આ કીટકની ઈયળો જમીનમાં દટાયેલા સાંઠાનો ભાગ કોરી ખાય છે. પરંતુ મૂળને કોઈપણ જાતનું નુકસાન કરતી નથી. આમ તેનો ઉપદ્રવ મૂળની જગ્યાએ થતો હોવાથી તેને “મૂળ વેધક” કહેવામાં આવે છે. પાક નાનો હોય ત્યારે ગર્ભ કોરાઈ જવાના કારણે વલય મેખલા સુકાઈ જાય છે, ઘણી વખત વલય મેખલાની આસપાસના પાન અને ખાસ કરીને વચ્ચેના પાન સુકાય જાય છે. આ રીતે સુકાઈ ગયેલી વલય મેખલાને “ડેડ હાર્ટ” તરીકે ઓળખવામાં આવે છે. જે સહેલાઈથી ખેંચાઈ આવતો નથી. શેરડીમાં નુકશાન થતાં ટોચનું ત્રીજુ, ચોથું પાન પીળુ પડે છે. પાકની પાછલી અવસ્થામાં ઈયળના ઉપદ્રવનો ખ્યાલ બહારના ચિન્હોથી દ્રષ્ટિ ગોચર થતો નથી. આ જીવાતનો ઉપદ્રવ મે થી જુલાઈ માસમાં વધુ જોવા મળે છે, તેની સાથે સુકારાની ફુગનો સહ સબંધ જોવા મળે છે, જેથી મૂળ વેધકના ઉપદ્રવ બાદ રાતળો અને સુકારાનો રોગ પણ જોવા મળે છે.  

   

મૂળનાં વેધકનુકસાન