NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી
      શેરડીની સફેદમાખીનું સંકલિત નીયંત્રણ

 

  • પાક ફેરબદલ કરવી.
  • જે ખેતરમાં પાણી ભરાઈ રહેતુ હોય તે ખેતર શેરડીની રોપણી માટે પસંદ કરવું નહીં અથવા પાણીના નિકાલની પુરતી વ્યવસ્થા કરવી.
  • ક્ષારીય અને ભાસ્મિક જમીન સફેદમાખીના વૃધ્ધિ અને વિકાસ માટે જવાબદાર હોવાથી આવી જમીનમાં શેરડીની રોપણી  કરવી નહીં.
  • શેરડીનો બડઘા પાક લેવો નહીં.
  • નાઈટ્રોજન અને ફોસ્ફરયુકત ખાતરોનો ભલામણ મુજબ સપ્રમાણસર જ ઉપયોગ કરવો.
  • શેરડીની સફેદમાખી ઉપર સેરેન્જીયમ પારસેસીટોઝમ નામના પરજીવી દાળીયા અસરકારક જણાય છે. આ પરભક્ષીની ઈયળ અને પુખ્ત કીટક સફેદમાખીની તમામ અવસ્થાઓનું ભક્ષણ કરે છે.
  • આ ઉંપરાત એન્કાર્સિયા ઈસાકી અને એન્કાર્સિયા મેક્રોપ્ટેરા નામના પરજીવી કીટકો સફેદમાખીના કોશેટાઓનું પરજીવીકરણ કરતાં નોંધાયા છે.
  • આ પરજીવીઓની વૃધ્ધિ કરવા માટે કીટકશાસ્ત્ર વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી દ્વારા “ જૈવિક –વ – યાંત્રિક નિયંત્રણ” માટેના પાંજરા વિકસાવવામાં આવ્યા છે.
  • સાદા (તેલ અથવા બિસ્કિટનાં) ડબ્બામાંથી આ પાંજરા તૈયાર કરવામાં આવે છે. તેની બે બાજુ પર ૪૦ મેશની જાળીમાંથી પરજીવીના પુખ્ત કિટકો બહાર નીકળી શકે છે. જ્યારે સફેદમાખીના પુખ્ત કીટકો કદમાં  મોટા હોવાથી પાંજરામાં જ મૃત્યુ પામે છે.
  • પાંજરામાં હવાની અવરજવર થઈ શકે તેટલા સફેદમાખીના ભરાવદાર કોશેટાવાળા પાનના નાના ટુકડા કરી મુકવામાં આવે છે. આવા પાનની પસંદગી જે ખેતરમાં પરજીવીની હાજરી જોવા મળી હોય ત્યાંથી કરવી.
  • પાંજરાને જમીનથી ૨ થી ૩ ફુટની ઉંચાઈએ સુર્યનો સીધો તડકો ન લાગે તે રીતે મૂકવા.
  • હેકટર દીઠ પાંજરાની સંખ્યા ૧૦ થી ૨૦ જેટલી રાખવી.
  • પાંજરામાં દર ૧૫ દિવસે સફેદમાખીના કોશેટાવાળા પાનના ટુકડા બદલતા રહેવું.
  • શેરડીના ખેતરમાં સફેદમાખીના કોશેટાઓમાં ગોળ કાણાં જોવા મળે તો રાસાયણિક દવાનો છંટકાવ મુલત્વી રાખવો.
  • આ જીવાતનો વધુ પડતો ઉપદ્રવ હોય તો ઈમીડાકલોપ્રીડ ૧૭.૫ એસસેલ ૩ મિ.લિ અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • પિયત શિયાળામાં ૨૨ થી ૨૫ દિવસે અને ઉનાળામાં   ૧૪ થી ૧૮ દિવસના ગાળે આપવું.
  • ભલામણ મુજબ રસાયણિક ખતરનો જથો સંદ્રિય ખતરના રૂપમાં આપવો એસએટીએચઇ જૈવિક ખાતર નોં ઉપયોગ કારવો.
  • લીમડા આધારિત દવા સાથે બે ટકા યુરિયાનો છંટકાવ કરવો.
  • સફેદ માખીના જૈવીક નિયંત્રણ માટે ૪૦ મેશ  જાળીવાળા ૧૦-૧૨ પીંજર/ હે. મુકવા, તેમાં વધુ ઉપદ્રવીત કોશેટા વાળા પાન કાપીને પીંજરામાં મુકવા તથા ૧૫ દિવસના ગાળે પાન બદલવા.

સફેદ માખીના બચ્ચા/કોશેટાના પરજીવી એન્કાર્સીયા મેક્રોપ્ટેરા ની વૃધ્ધિ કરવા ૪૦ મેષના પાંજરાની સંખ્યા ૧૦ થી ૨૦ પ્રતિ  હે. રાખવી અને પાંજરામાં ૧૫ થી ૨૦ દિવસે કોશેટા વાળા પાન બદલતા રહેવું. સફેદમાખીના ઈંડા તેમજ બચ્ચાને ખાનારા દાળીયા કીટકો જેવાકે સેરેન્જીયમ પારસેસીટોઝમ, મેનોચીલસ સેક્સમેકયુલેટસ, બુમોઈડસ સુચુરાલીસ પરભક્ષી કરોડીયા તથા કેટલીક વાર ક્રાયસોપા પણ જોવા મળે છે. સફેદ્મખીના પરભક્ષી દાળીયા/પરજીવી કીટકોની વસ્તી જોવા મળેતો રાસાયણીક દવાનો છંટકાવ ટાડવો.