ભીંગડાવાળી જીવાતનો ઉપદ્રવ આંતરગાંઠો પર જોવા મળે છે અને ધીમે ધીમે આખા સાંઠા પર ફેલાય છે. બચ્ચાં અને માદા કીટક પાનના આવરક પર્ણતલ નીચે સુરક્ષિત રહે છે અને સાંઠામાંથી રસ ચુસીને નુકસાન કરે છે. આ જીવાતના ઉપદ્રવથી સાંઠા ચીમળાઈ જાય છે અને ઠીંગણો રહે છે. ઉપદ્રવને કારણે ખાંડની ટકાવારીમાં પણ ઘટાડો થાય છે. શેરડીના રસની શુધ્ધતા અને ગોળની ગુણવત્તા પર પણ માઠી અસર થાય છે