બચ્ચાં પીળાશ પડતા અથવા લીલાશ પડતા રંગના હોય છે. આવા બચ્ચાં ખુબ જ સક્રિય હોય છે. બચ્ચાં અને પુખ્ત કીટકના ઉદરના છેડે એક જોડી પોલી નળીઓ (કોર્નિકલ્સ) આવેલી હોય છે, જેમાંથી રક્ષણ માટેનું પ્રવાહી ઝરે છે. બચ્ચાંની ત્રીજી અવસ્થા દરમ્યાન વક્ષ અને ઉદરપ્રદેશ પર સફેદ રંગના મીણના પાવડર અને તાંતણા પેદા થાય છે. છેલ્લે બચ્ચાં તેમજ પુખ્ત કીટકનું શરીર અત્યંત મુલાયમ સફેદ રંગના ઉનના તાંતણાઓથી ઢંકાઈ જાય છે. આમ ત્રીજી અને ચોથી અવસ્થાના બચ્ચાંની ઉપરની બાજુએ સફેદ રંગના ઉન જેવા ભાગો આવેલા હોય છે. ઉન જેવા ભાગ ઉદરનો પાછળનોભાગ અને વક્ષને ઢાંકે છે, પરંતુ માથાંના ભાગ પર હોતા નથી. બચ્ચાં સામાન્ય રીતે પાનની નીચેની બાજુએ મધ્યનસની આજુબાજુ ભેગા થયેલા હોય છે. બચ્ચાં અને પુખ્ત પાનની વલય મેખલા અને આંતર ગાંઠના જોડણ પાસે રહેતા પણ જોવા મળે છે.