NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી
      નુકસાન

પુખ્ત કીટક કાળુ હોય છે. તેને બે જોડી પારદર્શક પાંખો હોય છે, જેમાં નસો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. રસ ચૂસાવાના કારણે પાન પર પીળાશ પડતા સફેદ ટપકાં જોવા મળે છે, જેનાથી પાન કડક થઈ તેની ધારો સુકાઈ જાય છે. વધુ ઉપદ્રવ હોય તો પાક ઠીંગણો રહી જાય છે અને ધીરે ધીરે બધા જ પાન સુકાઈ જાય છે. ઉપદ્રવિત આખુ ખેતર સફેદ દ્રષ્ટિગોચર થાય છે. મોલોના શરીરમાંથી ઝરતું મધ જેવું પ્રવાહી નીચેના પાનની સપાટી પર પડે છે જેના પર કાળી ફૂગ વિકાસ પામે છે જેને લીધે પ્રકાશસંશ્વલેષણની ક્રિયા અવરોધાય છે. વધુ ઉપદ્રવ હોય ત્યારે પાનની નીચેની આખી બાજુ બચ્ચાંથી છવાઇ જાય છે અને નાના પીલા મૃત્યુ પામે છે. શેરડીના ઉત્પાદનમાં ૨૬ ટકા અને ખાંડના ઉત્પાદનમાં ૨૪ ટકાનો ઘટાડો થાય છે આ ઉપરાંત પાકની ઘાસચારા તરીકેની કિંમતમાં પણ ઘટાડો થાય છે.