NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી
        શેરડીની મિલીબગનું સંકલિત વ્યવસ્થાપન

   

  • પાક ફેરબદલ કરવી.
  • એકથી  વધારે લામ પાક એન લેવા.
  • આ જીવાતનો ઉપદ્રવ ઘટાડવામાં કીટકમુકત શેરડીના કટકા બિયારણ માટે પસંદ કરવા.
  • શેરડીના તંદુરસ્ત પાકમાંથી/ બિયારણ પ્લોટમાંથી જ બિજની પસંદગી કારવી.
  •  શેરડીના  કટકાને રોપણી વખતે[ મેલાથીઓન ૫૦ ઇ.સી. દવાના ૦.૧ ના દ્રાવણમાં દસ મિનિટ બોળીને ( ૨૦૦ મિલિ દવા/૧૦૦ લિ. પાણીમાં)રોપણી કરવી.  
  • શક્ય હોયતો  તો ૬,, ૮ માસે સુકી પતારી ઉતારવી.
  • શેરડીની ભીંગડાવાથી જીવાત પર નભતા પરભક્ષી કીટકો જેવા કે કાયલોકોરસ નીગ્રીટસ, ફેરોસાયમ્નસ હોર્ની થી આ જીવાતનું કુદરતી રીતે જૈવિક નિયંત્રણ થતુ જોવા મળેલ છે આ જીવાતના ઉપદ્રવ વખતે ઉપરોકત પરભક્ષી દાળીયા જોવા મળે તો જંતુનાશક દવાઓના છંટકાવ મુલત્વી રાખવો જોઈએ.
  • ભીંગડાવાળી જીવાત અને ચીકટોના રાસાયણિક નિયંત્રણ માટે કાર્બોફ્યુરાન ૩ ટકા દાણાદાર દવા હેકટરે ૨૦ કિ.ગ્રા. પ્રમાણે જમીનમાં આપવાથી સારી રીતે નિયંત્રણ થઈ શકે છે. વેધકોના નિયંત્રણ માટે દાણાદાર દવાઓનો ઉપયોગ કર્યો હોય તો આ જીવાતોનું નિયંત્રણ પણ થઈ શકે છે.
  • ડાયમેથોએટ ૩૦ ઈ.સી. ૧૦ મિલિ / ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંઠા ઉપર છંટકાવ કરવો.