બચ્ચાં અને પાંખ વગરની માદા નાના ગુલાબી અંડાકાર હોય છે તથા તેમનું શરીર સફેદ રંગના મીણીયા પાવડરથી ઢંકાયેલુ હોય છે. નર કીટક કદમાં નાના અને એક જોડી પાંખ ધરાવતા હોય છે. આ જીવાતનો ઉપદ્રવ સાંઠા બંધાયા પછી જોવા મળે છે. આ જીવાત સમૂહમાં કુમળા સાંઠાની નીચેની આંતરગાંઠો પર રહે છે જે આવરક પર્ણતલથી ઢંકાયેલ હોય છે.