NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી
      વુલી એફીડનું સંકલિત વ્યવસ્થાપન

     

  • વુલી એફીડના ઉપદ્રવનો ફેલાવો થવામાં બિયારણ એક મહત્વનું પરિબળ હોવાથી બિયારણની હેરફેર વખતે ખાસ કાળજી રાખવી કોઈપણ સંજોગોમાં ઉપદ્રવિત શેરડીનો વાવેતર માટે ઉપયોગ કરવો નહીં તેમજ ઉપદ્રવવાળા વિસ્તારમાંથી બિયારણ લાવવું નહીં.
  • શેરડીનું જોડીયા હાર પધ્ધતિથી વાવેતર કરવાથી સૂર્યપ્રકાશ તેમજ હવાની અવરજવર વધવાથી ઉપદ્રવ ઓછો રહે છે. આ ઉપરાંત જરૂર પડ્યે પાક સંરક્ષણના પગલાં લેવામાં અનૂકૂળતા રહે છે.
  • રાસાયણિક ખાતરોનો ભલામણ મુજબ ઉપયોગ કરવો. ખાસ કરીને નાઈટ્રોજનયુકત ખાતરોનો વપરાશ ભલામણ મુજબ હપ્તેથી જ કરવો. વધુ પ્રમાણમાં નાઈટ્રોજનયુકત ખાતરો વાપરવાથી આ જીવાતની વસ્તી ઝડપથી વધે છે.
  • સમયસર પાળા ચઢાવવા. ઢળી પડેલ શેરડીમાં પણ ઉપદ્રવ વધે છે.
  • ઉપદ્રવની શરૂઆત નાના ટાલાઓમાં થતી હોવાથી નિયમિત રીતે મોજણી કરતા રહેવું જોઈએ. ઉપદ્રવ જોવા મળે તો યુધ્ધના ધોરણે તાત્કાલિક ઉપદ્રવિત પાન કાપી ત્યાં જ બાળીને નાશ કરવો. ઉપદ્રવિત પાનનો ઘાસચારા તરીકે ઉપયોગ કરવો નહીં કારણ કે તેનાથી જીવાતનો ફેલાવો ઝડપથી થાય છે.
  • જમીન ઉપર કિવનાલફોસ ૧.૫ % ભુકીનો છંટકાવ કરવો. તેમજ ઉપદ્રવિત ટાળવામાં જંતુનાશક દવાઓ જેવીકે ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જંતુનાશક દવા સાથે ટીપોલ કે સેન્ડોવીટ જેવા પ્રવાહી સાબુ કે પાવડર ૧૦ લિટર પાણીમાં ૨૦ મિ.લિ. કે ૨૦ ગ્રામ મુજબ ભેળવવાથી જંતુનાશક દવાના સારા પરિણામો મળી શકે છે.
  • વુલી એફીડનું કુદરતમાં ડાયફા એફીડીવોરા (૧૦૦૦ ઇયળ અથવા કોશેટા /હેક્ટર બે વખત અઠવાડિયાના ગાળે), માઈક્રોમસ ઈગોરોટસ ( 4000 ઈડા/હેક્ટર ), ક્રાયસોપર્લા કાર્નિયા તથા સીરફીડફ્લાય  (ઇયળ અથવા કોશેટા /હેક્ટર છોડવા) દ્વારા ભક્ષણ થતું હોય છે, જેથી આવા પરભક્ષીઓની હાજરી જોવા મળે તો જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં વિશેષ સાવધાની રાખવી.
  • ઉપદ્રવની જાણકારી તાત્કાલિક કૃષિ યુનિવર્સિટી કે સુગર ફેકટરીને કરવાથી જરૂરી માર્ગદાર્શન સમયસર મળી રહેતું હોવાથી જીવાતનું નિંયત્રણ કરવામાં સરળતા રહે છે.