NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી
      નુકસાન

બચ્ચાં અને પુખ્ત કીટક પાનમાંથી રસ ચુસીને નુકસાન કરે છે. આ જીવાતનો વધુ પડતો ઉપદ્રવ હોય તો શેરડીના પાન પીળા પડી સુકાઈ જાય છે. શેરડીના પાનમાંથી સતત રસ ચુસવાને કારણે ખાંડના ઉત્પાદન અને ગોળની ગુણવત્તા પર ખુબ જ માઠી અસર થાય છે. આ કીટકના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે, જે પાન પર પડે છે તેના પર કાળી ફુગ વિકાસ પામે છે પરીણામે ઉપદ્રવિત પાન કાળા પડી જાય છે જેને કારણે પ્રકાશસંશ્વલેષણની ક્રિયા પર માઠી અસર થાય છે. આથી પાક નબળો પડી જાય છે.