- ઈંડાંના સમુહો એકઠા કરી નાશ કરવો.
- આ જીવાતના ઈંડાંના પરજીવીઓ ઓઈનસીટ્રસ પાયરીલી અને ટેટ્રાસ્ટિકસ પાયરીલી થી કુદરતી રીતે તેના ઉપદ્રવને કાબુમાં રાખે છે.
- એપીરીકેનીયા મેલાનોલ્યુકા નામના પરોપજીવી કીટકો પાયરીલાનું સફળતપુર્વક નિયંત્રણ કરે છે.
જે વિસ્તારમાં આવા પરોપજીવીની હાજરી ન જણાતી હોય ત્યાં મોટા પ્રમાણમાંએપીરીકેનીયા હોય ત્યાંથી પાન પર જોવા મળતા ઈંડાંના સમૂહો અને કોશેટાવાળા પાન તોડી લઈ તેને કાતરથી કાપી એક બે કોશેટા/ઈંડાંના સમૂહો રહે તેવા પાનના ટુકડાં કરવા. આવા ટૂકડાને જે શેરડીના ખેતરમાં પાયરીલાનો ઉપદ્રવ હોય તે ખેતરમાં સ્ટેપલર વડે ઈંડાંનો સમૂહ/કોશેટા બહારની બાજુએ રહે તે રીતે પાનની નીચેની બાજુએ લગાડવા. એક હેકટર વિસ્તારમાં આ પરજીવી એક લાખ (૨૫૦ ઈંડાંના સમૂહ) અને બે હજાર કોશેટાઓ ચોંટાડવા. જે વિસ્તારમાં પરજીવીઓ છોડ્યા હોય અને તેની હાજરી હોય ત્યાં કીટનાશક દવાનો છંટકાવ કરવો નહીં.