NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

દક્ષિણ ગુજરાતમાં શેરડી ખુબજ અગત્યનો રોકડિયો પાક છે. આ વિસ્તારમાં અંદાજે ૧.૫ લખ હે. વિસ્તારમાં વાવેતર થાય છે. ભૌગોલિક અને આબોહવાકિય પરિસ્થિતિને ધ્યાને લઈ દક્ષિણ ગુજરાતના મુખ્ય ત્રણ વિભાગ - મેદાની પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ અને દરિયાકાઠાના પ્રદેશમાં વિભાજીત કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય રીતે શેરડીનું વાવેતર મેદાની વિસ્તારમાં થયા છે પણ દરિયા કાંઠા અને ડુંગરાળ વિસ્તારમાં ખાસું વાવેતર જોવા મળે છે. શેરડીનું ઉત્પાદન જે તે વિસ્તારની આર્થિક સામાજિક પ્રગતિ ઉપર નિર્ભર છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં શેરડીની સરેરાશ ઉત્પાદકતા હેકટરે ૭૪ ટન છે પરંતુ સંશોધન નાં પરિણામો થકી માલુમ પડે છે કે, જો વૈજ્ઞાનિક રીતે ખેતી કરવામાં આવે તો શેરડીની ઉત્પાદકતા ૧૦૦ ટન પ્રતિ હેક્ટર મેળવી શકાય છે. શેરડીની ઓછી ઉત્પાદકતા હોવાના અનેક કારણો જવાબદાર છે. જેમાં અયોગ્ય વાવેતર સમય, જાતોની પસંદગી, બીજની ઉતરતી ગુણવત્તા, રોગ-જીવાતનો ઉપદ્રવ, અયોગ્ય અને અનિયમિત પિયત, રાસાયાનીક ખાતરોનો અયોગ્ય વપરાશ, વગેરે મુખ્ય કારનો છે. વૈજ્ઞાનિક કૃષિનાં પ્રચાર પ્રસાર સાથે સંકળયેલા વૈજ્ઞાનિકો, વિસ્તરણ કાર્યકરો દ્વારા ખેડૂતો સાથેના વિચાર વિમર્શ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે, ખેડૂત સમાજમાં શેરડીની ની આધુનિક ખેતી માટેની માહિતી અને વૈજ્ઞાનિક ઢબે તાક્નીકોની ઉપયોગનો અભાવ મુખ્ય છે. શેરડીના પાકની ખેતી માટે ઘણી તક્નિકો વિક્સાવવામાં અને ભલામણો કરવામાં આવેલ છે. પરંતુ તે પૈકીની ઘણી તક્નિકો અને ભલામણો ખેડુતો સુધી પહોંચી નથી. ઉપરાંત શેરડી ઉગાડતા ખેડૂતોને શેરડીની વૈજ્ઞાનિક રીતે ખેતી કરવા માટે અનેક પ્રશ્નનો સામનો કરવો પડે છે. જેનું યોગ્ય સમયે નિરાકરણ ન મળવાથી શેરડીનું સારું ઉત્પાદન મળી શકાતું નથી. શેરડીના વધુ ઉત્પાદન માટે ખેડૂતોને શેરડી પાકની આધુનિક માહિતી તેના કાર્યસ્થળે જ્યારે જોઈએ ત્યારે મળી રહે તે અતિ જરૂરી છે. અત્યારનાં આધુનિક સમયમાં ખેડુતો કોમ્પ્યુટર અને સ્માર્ટ ફોન રાખતા થયા છે ત્યારે ખેડૂતોને કોઈપણ સમયે કોઈપણ જગ્યાએથી શેરડીની વૈજ્ઞાનિક ખેતીનું માર્ગદર્શન મળી રહે તે હેતુ આ નિષ્ણાત પ્રણાલી વિકસાવવામાં આવેલ છે. ખેડૂતો શેરડીની આ નિષ્ણાત પ્રણાલી ઉપયોગથી ડાંગરની આધુનિક / વૈજ્ઞાનિક ખેતીની માહિતી મળી રહેશે.

શેરડીની આ નિષ્ણાત પ્રણાલી વિકાસવનાર

પ્રધ્યપક અને વડા,
વિસ્તરણ શિક્ષણ વિભાગ,
ન. મ. ક્રુષિ મહવિધ્યાલય,
ન. ક્રુ. યુ, નવસારી
સંપર્ક નં. ૯૪૨૪૭૮૬૨૧૮૮
ઈ- મીઈલ: head.ext@nau.in

ક્રુષિ નિષ્ણાંતો:

(૧) ડો. સી. જી. ઈટવાળા, સંશોધન વૈજ્ઞાનિક (શેરડી),
મુખ્ય શેરડી સંશોધન સ્ટેશન, ન. કૃ. યુ., નવસારી.

(૨) ડો. એચ. એમ. વીરડીયા, સંશોધન વૈજ્ઞાનિક (એગ્રોનોમી),
મુખ્ય શેરડી સંશોધન સ્ટેશન, ન. કૃ. યુ., નવસારી.

(૩) ડો. જી. બી. કલારિયા, તાલીમ સહયોગી,
ટી & વી સિસ્ટમ, વિસ્તરણ શિક્ષણ નિયામક, ન. કૃ. યુ., નવસારી.

(૪) ડો. આર. સી. પટેલ,
મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (પ્લાન્ટ પેથોલોજી)

(૫) ડો. એસ. સી. માલી, સહયોગી વૈજ્ઞાનિક (પ્લાન્ટ બ્રીડીંગ),
મુખ્ય શેરડી સંશોધન સ્ટેશન, ન. કૃ. યુ., નવસારી.

(૬) ડો. પી. બી. ખોડીફાડ
મદદનીશ પ્રાધ્યાપક, વિસ્તરણ શિક્ષણ વિભાગ,ન. મ. કૃષિ મહાવિધાલય, નવસારી.

આઈ. ટી. નિષ્ણાંત:

(૧) પ્રો. ભાવેશ ચૌધરી, મદનીશ પ્રાધ્યાપક
અસ્પી અગ્રી-બીજનેસ મેનેજમેંટ ઈન્સ્ટીટુટ, ન. કૃ. યુ., નવસારી.