Navsari Agricultural University
જમીન સમતળ કરી બે ત્રણ વખત હળથી ઉંડી ખેડ કરવી આંબાનું વાવેતર ૮×૮ મીટર ૧૦×૧૦ મીટર ૧ર×૧ર મીટરનાં અંતરે કરવું જે તે જગ્યાએ ઉનાળામાં ૧×૧×૧ મીટર લાંબા પહોળા અને ઉંડા ખાડા કરવા અને ૧પ -ર૦ દિવસ તપવા દેવા .ચોમાસા પહેલા ખાડાની માટી પ૦ કિ.ગ્રા.છાણિયુ ખાતર ર.પ૦ કિ.ગ્રા.સીંગલ સુપરફોસ્ફેટ અને ૧ કિ.ગ્રા.મ્યુરેટઓફ પોટાશ ભેળવી ખાડા પુરી દેવા. ઉધઈનો ઉપદ્રવ હોયતો ૧૦૦ ગ્રામ મીથાઈલ પેરાથીઓન(ર ટકા) પાવડર માટીમાં ભેળવી ખાડા પુરવા શરૂઆતના વર્ષમાં પ×પ મીટરનાં અંતરે આંબા રોપી ૧ર થી ૧પ વર્ષ સુધી ચાર ગણુ ઉત્પાદન મેળવી શકાય ત્યારબાદ બન્ને તરફથી એકાંતરે એક એક ઝાડ કાઢી નાખીને ૧૦×૧૦ મીટરનું નિયમિત વાવેતર રાખવું આમ કરવાથી શરૂઆતમાં સારુ ઉત્પાદન મેળવી શકાય.

કૃષિ યુનિવર્સિટી, બાગાયત ખાતુ કે પ્રતિષ્ઠિત ખાનગી નર્સરીમાંથી પ્રમાણીત કલમો મેળવી જુલાઈ-ઓગષ્ટ માસમાં ખાડાની મધ્યમાં કલમ સીધી રાખીને રોપતી વખતે મુલકાંડનું કુંડું દુર કરવુ અને કલમ કરેલો ભાગ દબાય ન જાય તે રીતે કલમ રોપી લાકડાનો મજબુત ટેકો આપવો. કલમની વૃધ્ધિ શરૂ થયે ત્રણ ચાર માસ પછી દોરી છોડી નાખવી તેમજ મુલકાંડને કલમની ઉપરથી કાપી નાંખવો.

કલમો પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :
------------------------------------------

ભેટ કલમ વધારે પડતી મોટી, પાકટ કે આગલા વર્ષની પસંદ કરવી નહિ. મધ્યમ કદની, અર્ધપાકટ અને જુસ્સાદાર કલમ પસંદ કરવી. નિસ્તેજ અને જોસ વગરની કલમ લેવી નહિ.
ભેટ કલમ બરાબર ઠરેલી અને ચાલુ વર્ષની હોય તેની પસંદગી કરવી.
ભેટ કલમના રોપ અને ઉપરોપની જાડાઈ સરખી હોવી જોઈએ, તેમજ કલમનો સાંધો બરાબર મળી ગયેલો હોવો જોઈએ.
હંમેશાં પ્રમાણિત કલમો મેળવીને વાવેતર કરવી હિતાવહ છે. હંમેશા ગુજરાત કૃષિ યુનિવર્સિટી, બાગાયત ખાતુ (ગુજરાત રાજય) અથવા ખેતીવાડી ખાતુ (ગુજરાત રાજય) ની નર્સરીઓ ઉપરથી કલમો મેળવવાનો આગ્રહ રાખો. છતાં ખાનગી નર્સરીઓમાંથી આંબાથી જે તે જાતની પ્રમાણિત કરેલ હોય તેવી કલમોનું વાવેતર કરી શકાય છે.
પાન તંદુરસ્ત, લીલા, ચળકતાં હોય તેવી કલમ પસંદ કરવી. ઝાંખા અને કરમાયેલા પાનવાળી કલમ પસંદ કરવી નહિ.
કલમની સાંધા પર દોરીના કાપ પડેલા હોવા જોઈએ નહિ.
ઉપરોપનો કપાયેલો નીચેનો છેડો સુકાયેલો હોવો જોઈએ.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.