કેળનો પાક ગરમ અને ભેજવાળા હવામાનમાં સારો થાય છે. પાકના ઉત્તમ વિકાસ માટે સરેરાશ ર૭ ૦સે. ઉષ્ણતામાન માફક આવે છે. વાર્ષિક ર૦૦૦ થી રપ૦૦ મી.મી. વરસાદવાળા વિસ્તારમાં પિયતની સગવડ હોય તો આ પાક સારો થાય છે.
કેળ માટે સારા નિતારવાળી, ફળદ્રુપ, ગોરાડુ અને મધ્યમ કાળી જમીન ખાસ અનુકૂળ આવે છે. કાળી ચીકણી તથા રેતાળ જમીનમાં કેળનો પાક સારો થતો નથી.