દુનિયામાં ચીકુની ૧પ૦ થી વધુ જાતો નોંધાયેલ છે. ભારત દેશમાં પ૦ થી વધુ જાતોનું વાવેતર છે. તે પૈકી ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતે ર૩ જેટલી જાતો એકત્ર કરવામાં આવેલ છે. મોટા ભાગની ચીકુની જાતો પસંદગીથી વિકસાવવામાં આવેલ છે. જાતોના નામો પણ ઝાડનો આકાર, પાનનો રંગ, ફળ બેસવાની તરેહ, ફળનો આકાર અને પસંદગીના સ્થળ ઉપરથી આપવામાં આવેલ છે. આપણા ગુજરાત રાજયમાં મુખ્યત્વે કાલીપત્તી જાતનું વાવેતર જોવા મળે છે. તેમ છતાં વલસાડ અને નવસારી જીલ્લામાં ચીકુની મુરબ્બા, ક્રિકેટબોલ, ભૂરીપત્તી, પીળીપત્તી જેવી જાતોનું છુટુછવાયું વાવેતર જોવા મળે છે. તામિલનાડુ કૃષિ વિશ્વવિદ્યાલય, કોઈમ્બતુરથી કોઈમ્બતુર-૧, કોઈમ્બતુર-ર, અને કોઈમ્બતુર-૩ જેવી જાતો બહાર પાડવામાં આવેલ છે. જે પૈકી કોઈમ્બતુર-૧ અને ૩ સંકરણથી જયારે કોઈમ્બતુર-ર પસંદગીથી વિકસાવવામાં આવેલ છે. એજ વિશ્વવિદ્યાલયના પેરીયાકુલમ સંશોધન કેન્દ્ર પરથી પીકેએમ-૧ થી પીકેએમ-પ સુધીની જાતો વિકસાવવામાં આવેલ છે. જે પૈકી પીકેએમ-૧, પીકેએમ-૪ અને પીકેએમ-પ પસંદગીથી વિકસાવવામાં આવેલ છે. જયારે પીકેએમ-ર અને પીકેએમ-૩ એ સંકરણથી તૈયાર કરવામાં આવેલ છે. આ ઉપરાંત કર્ણાટકની યુનિવર્સિટી ઓફ એગ્રી. સાયન્સીઝ ધારવાડ કેન્દ્ર ધ્વારા કાલીપત્તી અને ક્રિકેરકેટબોલના સંકરણથી ડીએચએસ-૧ અને ડીએચએસ-ર નામની સંકર જાતો બહાર પાડવામાં આવેલ છે. જે તેમના પિતૃઓ કરતાં ઉંચી ગુણવત્તા ધરાવે છે. ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતે કાલીપત્તી, સીઓ-ર, સિંગાપોર, કિતર્ીબથર્ી અને પીકેએમ-૧ જાતોનો સમાવેશ કરતો અખતરો લેવામાં આવેલ હતો. જેના પરિણામો પરથી આપણા વિસ્તારમાં વવાતી કાલીપત્તી જાત ઉત્પાદન અને ગુણવતાની દ્રષ્ટિટએ ચડિયાતી માલુમ પડેલ છે. ચીકુની જાતો ઉપરના બીજા અખતરામાં કાલીપત્તી, ક્રિકેટબોલ, કોઈમ્બતુર-૩, પીકેએમ-૧, પીકેએમ-૩, પીકેએમ-પ, ડીએચએસ-૧ અને ડીએચએસ-ર નો સમાવેશ કરવામાં આવેલ છે.