રોગ અને તેનું નિરાકરણ :
------------------
પાક સંરક્ષાણ :
રોગ-જીવાત નિયંત્રણ માટે કૃષિ યુનિવર્સિટી તરફથી કરવામાં આવેલ/આવતી ભલામણ મુજબ પગલા લેવા. કેટલાક મહત્વના રોગ તથા જીવાતની માહિતી નીચે મુજબ છે.
૧) પાનના ત્રાકિયા ટપકાં ( સીગાટોકા લીફ સ્પોટ):
શરૂઆતમાં ત્રીજા કે ચોથા પાન ઉપર નશને સમાંતર પીળા કે ભૂરા ટપકાં જોવા મળે છે જે સમય જતા ત્રાક આકારના બને છે. વચ્ચેનો ભાગ રાખોડી અને બાહય કિનારી બદામી રંગની હોય છે. આ રોગને ભેજવાળું, વરસાદવાળું અને હુંફાળું વાતાવરણ અનુકુળ હોય આ રોગનો ઉપદ્રવ જુલાઈ આેગસ્ટમાં જોવા મળે છે. આ રોગના નિયંત્રણ માટે નીચેના ટપકાવાળા પાન ૧.પ થી ર માસના અંતરે કાપી નાંખી બહાર કાઢી બાળી નાશ કરવો. પાક છ માસનો થાય પછી મેન્કોઝેબ (રપ ગ્રામ/૧૦ લીટર પાણી) અને કાબર્ેન્ડાઝીમ (પ ગ્રામ/૧૦ લીટર પાણી) નો વારાફરતી રપ થી ૩૦ દિવસના અંતરે છંટકાવ કરવો.
ર) કેળનો ગુલ્લો મરી જવો:
લુમ જયાંથી નીકળે ત્યાં પાણી ભરાઈ રહેતા ફૂગ અને જીવાણુંના આક્રમણથી દાંડો કોહવાઈ જાય છે. આ રોગના નિયંત્રણ માટે કાબર્ેન્ડાઝીમ પ ગ્રામ અને સ્ટે્રપ્ટોસાયકલીન ૧ ગ્રામ ૧૦ લીટર પાણીમાં આેગાળી દ્રાવણ લૂમનો દાંડો નીકળે ત્યાં રેડવું.
૩) કેળના કંદનો સડો:
આ રોગમાં પીલા (ગાંઠ) સડી જાય છે. વધુ તીવ્રતા હોય તો પીલા નીકળતા નથી અને નીકળે તો ધીમે ધીમે પીળા પડી સુકાઈ જાય છે. મોટા છોડમાં આક્રમણ થાય તો છોડ થડમાંથી ભાંગી પડે છે. આ રોગના નિયંત્રણ માટે પીલા (ગાંઠ) ને ૪ ગ્રામ મેન્કોઝેબ/૧ લીટર પાણી ના દ્રાવણમાં ૧૦ મિનીટ બોળ્યા બાદ રોપવા.
૪) અપરિપકવ કેળાનું પાકી જવું :
કેળાના પાકનો આ એક ભયંકર રોગ છે. ગુજરાતમાં સુરત, ભરુચ અને ખેડા જિલ્લામાં આ રોગથી ઘણું નુકશાન થાય છે. આ રોગથી કેળના પાન પીળા પડી જાય છે. પાન ઉપર પીળા રંગની કિનારીવાળા લાલ ડાઘા પડે છે. કેળા કસમયના વહેલા પાકી પોચા પડી જાય છે તથા ગુણવત્તા ઘટે છે. તેમજ ઉત્પાદન પણ ઘટતા આર્થિક રીતે ઘણું જ નુકશાન થાય છે. રોગ ઘણાં જ કારણોનું પરિણામ છે. રોગ આવતો અટકે તે માટે ૧૦ લીટર પાણીમાં ૧૦ ગ્રામ કેપ્ટાફોલ અને પ ગ્રામ કાર્બોન્ડાઝીમનો દર મહિને વારાફરતી છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે આ સિવાય અગાઉ જણાવ્યા પ્રમાણે કેળ રોપતા પહેલાં પીલાને માવજત આપવી.
પ) બન્ચી ટોપ :
વિષાણુ જન્ય આ રોગમાં પાન નાના અને સાંકડા બને છે તથા જથ્થામાં નીકળતા જોવા મળે છે. લુમો નાની આવે છે. રોગવાળા છોડ કાપીને નાશ કરવો એ એક જ ઉપાય છે તથા આ રોગ ફેલાતો અટકાવવા માટે શરૂઆતમાં જતુંનાશક દવાનો છંટકાવ કરી મોલોમશીનું નિયંત્રણ કરવું. ગુજરાતમાં આ રોગ છૂટોછવાયો જોવા મળે છે.
જીવાત અને તેનું નિરાકરણ :
--------------------
૧) મશી :
આ જીવાત ખાસ તો વિષાણુજન્ય રોગોની વાહક છે. નિયંત્રણ માટે રોગર અથવા મેટાસીસ્ટોક્ષાનું ૧૦ લીટર પાણીમાં ૧પ મી.લી. દવાનું દ્રાવણ બનાવી જરૂર પ્રમાણે એક-બે છંટકાવ કરવા.
ર) ગાંઠના ઢાલવાળા કીટક (રાઈઝોમ વિવિલ) :
આ જીવાતની માદા થડમાં ગાંઠની બાજુમાં ઈંડા મુકે છે. ઈયળો ગાંઠ કોરીને અંદર દાખલ થઈ નુકશાન કરે છે. છોડદીઠ ૩૦ ગ્રામ દાણાદાર ફોરેટ આપવાથી સારું નિયંત્રણ થાય છે.
૩) કૃમિ :
છોડના મૂળમાં રહી કૃમિ પાકને ઘણું નુકશાન કરે છે. મૂળ કાળા પડી જાય છે, તિરાડ પડે છે અને સડો પેદા થાય છે. આવા અસરવાળા છોડના પીલા બીજે રોપતા છોડનો વિકાસ થતો નથી. છોડદીઠ ૧૦ ગ્રામ કાર્બોફયુરાન રોપણી વખતે અને રોપયા પછી ચોથામાસે આપવાથી અસરકારક નિયંત્રણ થાય છે.
પાક ઉત્પાદન ઉપર ઘણા પરિબળો અસર કરે છે. પાણીનો સમજણ પૂર્વકનો ઉપયોગ એ ખેતીમાં ખૂબ જ જરૂરી છે. વળી જયાં પાણીની અછત હોય ત્યાં તેનું મહત્વ હજી વધી જાય છે. વળી, કેટલીક જગ્યા એ નહેરની સગવડતા થતા અણસમજ તથા બીન કાળજીના કારણે વધુ પિયત આપવા તથા વધું જથ્થામાં પાણી આપવાને કારણે જમીન જળમગ્ન અને ક્ષારીય બનવી વિગેરે ઘણા પ્રશ્નો ઉદ્રભવ્યા છે. પરિણામે કેટલીક જગ્યાએ જમીન વેરાણ થવા લાગી અને કેટલીક જગ્યાએ પાક ઉત્પાદન ઘટવા લાગ્યું. આ પરિસ્થિતિમાં જો કેળ જેવા પાણીની વધારે જરૂરિયાતવાળા પાકો લેવામાં આવે તો આવા પ્રશ્નો વધુ વીકટ બનતા જાય છે. આમ ન થાય તે માટે આવરણ એક તજજ્ઞતા છે જેનાથી આપણે સદર પ્રશ્નો પર કાબુ મેળવી શીકીએ.
૪) કેળના થડનું ચાંચવું:
નુકસાનની શરુઆત પાકની ૬ થી ૮ મહિનાની અવસ્થાએ થાય છે. પાનના પણઁદંડ ઉપર કાંણા જોવા મળે જેમાંથી જેલી જેવું ચીકણું પ્રવાહી નીકળતુ જોવા મળે છે. ઉપદ્રવ વધતાં થડ્માં અસંખ્ય કાંણા પડે છે. લૂમોમાં ફળોની સાઈઝ નાની થઈ જાય છે. છોડ નબળો પડતાં સામાન્ય પવનમાં ઢળી પડે છે. આ જીવાતના નિયંત્રણ માટે છ મહિના બાદ કલોરપાયરીફોસ (૦.૦૫ ટકા) અથવા સ્પાકઁ (૦.૦૩૬ ટકા) ના ત્રણ છંટકાવ કરવા.